ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા કૉંગ્રેસના ઉપપ્રમુખનું રાજીનામું, કહ્યું કામ કરનારને નહીં પણ ચાપલુસી કરનારને મળે છે ટિકીટ

વડોદરા શહેર કૉંગ્રેસના ઉપપ્રમુખ પારૂલ જાનીએ (Parul Jani Congress Vadodara) પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું (Vadodara City Congress Vice President Resigns) આપી દીધું છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પક્ષની કાર્યપદ્ધતિથી નારાજ છું એટલે રાજીનામું આપી રહી છું. આ સાથે જ ચૂંટણી પહેલા કૉંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.

વડોદરા કૉંગ્રેસના ઉપપ્રમુખનું રાજીનામું, કહ્યું કામ કરનારને નહીં પણ ચાપલુસી કરનારને મળે છે ટિકીટ
વડોદરા કૉંગ્રેસના ઉપપ્રમુખનું રાજીનામું, કહ્યું કામ કરનારને નહીં પણ ચાપલુસી કરનારને મળે છે ટિકીટ

By

Published : Nov 10, 2022, 11:52 AM IST

વડોદરાગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર (Gujarat Assembly Elections 2022) થઇ ચુકી છે ત્યારે વડોદરા શહેરમાં કોંગ્રેસના નેતાઓનો આંતરિક વિવાદ (internal disputes in congress) સામે આવ્યો છે. એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે તો બીજી તરફ વડોદરા શહેર કોગ્રેસ ઉપ પ્રમુખ પારુલ જાનીએ (Parul Jani Congress Vadodara) રાજીનામું (Gujarat Congress News) આપી (Vadodara City Congress Vice President Resigns) દીધું છે.

નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી પારૂલ જાનીએ (Parul Jani Congress Vadodara) રાજીનામામાં લખ્યું છે કે, પક્ષમાં છેલ્લા 20 વર્ષથી આશાઅપેક્ષા વગર પ્રદેશ મહિલા ઉપપ્રમુખ, પ્રદેશ મંત્રી, સાઉથ ગુજરાત પ્રભારી તેમ જ ગોધરા-કાલોલ નગરપાલિકા પ્રભારી જેવી પક્ષે જે કામગીરી સોંપી તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે.

નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવીઃ ઉપપ્રમુખ

ચાપલુસી કરનારને મળે છે ટિકીટ 2022 વિધાનસભાની ચૂંટણી યોજાવા (Gujarat Assembly Elections 2022) જઈ રહી છે. ત્યારે નાગરિકોના પ્રશ્નોને નિડરતાથી રજૂ કરી શકે તેવા ઉમેદવારને ટિકીટ આપવાના બદલે નેતાની ચાપલુસી કરતા 2-2 વખત કોર્પોરેશનની ચૂંટણી હારી ચૂકેલા વ્યક્તિ ટિકિટ આપી કૉંગ્રેસ પક્ષની વિચારધારા વિરૂદ્ઘ કાર્ય કરવામાં આવ્યું છે. જે અમારા માટે ખૂબ જ આઘાતજનક છે. દુઃખી મને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદે તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું (Vadodara City Congress Vice President Resigns) આપું છું. તેવું તેમણે રાજીનામા પત્રમાં જણાવ્યું હતું.

ઉમેદવારોનો વિરોધકૉંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં રાવપુરા બેઠક પરથી સંજય પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેથી પારુલ જાનીએ (Parul Jani Congress Vadodara) રાજીનામામાં આડકતરી રીતે ઉલ્લેખ કરી તેમની નારાજગી સંજય પટેલની ઉમેદવારીની વિરૂદ્ઘમાં છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક (Manjalpur Assembly Seat) પર કૉંગ્રેસ દ્વારા એકદમ નવો ચહેરો એવા ડૉ. તશ્વીન સિંઘનું નામ જાહેર થતાં કેટલાક સ્થાનિક કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ હવે રાવપુરા બેઠક પર સંજય પટેલનો વિરોધ જોવા મળી રહ્યો છે.

વિરોધ છતાં ઉમેદવારો નહીં બદલાયએક તરફ કૉંગ્રેસના ઉમેદવારો સામે આંતરિક વિરોધ (internal disputes in congress) જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં કૉંગ્રેસના નેતા અને પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે પત્રકાર પરિષદમાં જ જાહેર કરી દીધું હતું કે, ઉમેદવારો કૉંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તેથી વિરોધ છતાં ઉમેદવારો નહીં બદલાય.

ABOUT THE AUTHOR

...view details