ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime : ઉત્તરપ્રદેશના શખ્સને 9 કારતુસ સાથે ગ્રામ્ય SOG પોલીસે પકડી પડ્યો - વડોદરામાં ઉત્તરપ્રદેશનો શખ્સ હથિયાર સાથે

વડોદરા પોલીસે શહેરમાંથી ઉત્તરપ્રદેશના શખ્સને હથિયાર અને કારતૂસ સાથે પકડી પડ્યો છે. આ શખ્સ પાસેથી ડબલ બેરલ બાર બોન ગન અને 9 કારતુસ જપ્ત કરાયા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara Crime : ઉત્તરપ્રદેશના શખ્સને 9 કારતુસ સાથે ગ્રામ્ય SOG પોલીસે પકડી પડ્યો
Vadodara Crime : ઉત્તરપ્રદેશના શખ્સને 9 કારતુસ સાથે ગ્રામ્ય SOG પોલીસે પકડી પડ્યો

By

Published : Feb 13, 2023, 4:09 PM IST

વડોદરા : ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણની પ્રવૃત્તિ કરતા શખ્સોને ઝડપી પાડવા માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં 10 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી આ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઉત્તરપ્રદેશના હથિયાર લાયસન્સ સાથે જિલ્લામાં આવેલા એક શખ્સને હથિયાર અને 9 કારતુસ સાથે વડોદરા ગ્રામ્ય SOG પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

કેવી રીતે પકડાયો : પોલીસ દ્વારા શરૂ કરાયેલી ખાસ ઝૂંબેશને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત SOG પોલીસ અને સ્ટાફ દ્વારા જુદી જુદી ટીમો બનાવી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જુદી-જુદી ટીમો માંથી એક ટીમ વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન વરણામાં ગામની સીમમાં એક શખ્સ બાર બોર ગન લઈને ચાલતો જોવા મળતા તેને રોકી પૂછપરછ કરતા તેનું નામ પુરનસિંહ યાદવ (રહે, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :બાવળા પોલીસે હથિયારોની હેરાફેરી કરનારા 21 વર્ષિય યુવકને ઝડપી પાડ્યો, 5 પિસ્તોલ અને 40 કારતૂસ કબ્જે

હથિયારનું લાયસન્સ અન્ય રાજ્ય સુધી હતી : ત્યારબાદ પોલીસ દ્વારા તેની પાસે રહેલા હથિયારનું લાઈસન્સની માંગણી કરવામાં આવી હતી. શખ્સના હથિયાર લાઈસન્સને ચેક કરતા હથિયાર લાયસન્સ જિલ્લા મેજીસ્ટ્રેટ ફિરોઝાબાદ, ઉત્તરપ્રદેશ દ્વારા આગ્રા અને રાજસ્થાન રાજ્ય પૂરતું ઈસ્યુ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યનો પરવાનો નહિ હોવા છતાં શખ્સ પરવાનો ટેક ઓવર કર્યા વગર કે કોઈ સત્તાધિકારીને જાણ કર્યા વગર વડોદરા જિલ્લામાં ડબલ બેરલ બાર બોન ગન અને 9 કારતુસ લઈને જઈ રહ્યો હતો. જેથી આ શખ્સ વિરુદ્ધ વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :Amreli Crime News : ઉંચેયા ગામે હિસ્ટ્રીશીટરને ત્યાં પોલીસના દરોડા, હથિયાર સાથે એકની ધરપકડ

પોલીસે આરોપીની કરી પૂછપરછ : વડોદારા ગ્રામ્ય SOGની ટીમને પેટ્રોલીંગ દરમિયાન હથિયાર લઈને જતા તેની પૂછપરછ કરાઈ હતી. પૂછપરછ દરમિયાન શખ્સે પોતાનું નામ પુરનસિંહ મહેન્દ્રસિંહ યાદવ જણાવ્યું હતું. જે ઉત્તરપ્રદેશના ફિરોજાબાદમાં આવેલા નગલા જોરે ગામમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. જે બાદ હથિયારનું લાયસન્સ ચેર કરતા ગુજરાતમાં તેની પરવાનગી ન હોવા છતા લઈને ફરતા પોલીસ દ્વારા પાસેથી 25,000ની ડબલ બેરલ બાર બોન ગન અને 720 રુપિયાના 9 કારતુસ મળી કુલ 25,720નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ABOUT THE AUTHOR

...view details