વડોદરા : કોરોના વાઈરસની મહામારીને લઈને 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દિવસેને-દિવસે કોરોનાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. વડોદરામાં પણ પોઝિટિવ આંક 77 પર પહોંચ્યો છે. જેના પગલે તંત્ર દ્વારા હાલ, યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ શહેરના પાંજરાપોળમાં રખાયેલા ઢોરો પણ લોકડાઉનના ગ્રહણમાં સપડાયા છે.
વડોદરામાં પ્રતાપનગર પાંજરાપોળમાં ઘાસચારો ન મળતા ગાયનું મોત - લોકડાઉન
વડોદરામાં કોરોનાને લઈને અપાયેલા 21 દિવસના લોકડાઉનને પગલે પાંજરાપોળમાં રખાયેલા ઢોરોને ઘાસચારો નહીં મળતા પ્રતાપનગર પાંજરાપોળમાં એક ગાયનું મોત થયુ હોવાના આક્ષેપ થયા છે.
વડોદરામાં પ્રતાપનગર પાંજરાપોળમાં ઘાસચારો ન મળતા ગાયનું મોત
શનિવારે શહેરના પ્રતાપનગર લાલબાગ ઢોરવાળામાં એક ગાયનું મોંત નીપજ્યુ હતું. જેને લઈ ગૌ ગોપાલક વિશાલ રબારીએ લોકડાઉનને લઈ પશુઓને ઘાસચારો નહીં મળતો હોવાથી મોતને ભેટી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે.