ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા એસીબીએ પીઆઇ અને કોન્સ્ટેબલને લાંચ-રૂશ્વત કેસમાં ઝડપ્યા

વડોદરાઃ શહેરના ગૌત્રી પોલીસ સ્ટેશનના PI ડી.કે. રાવ તેમજ પોલીસ કોન્સ્ટેબલ નિતીન પ્રજાપતિ સામે 35 હજારની લાંચ રૂશ્વતનો ગુનો એસીબીમાં નોંધાતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એક અરજીની તપાસમાં બંને પક્ષો વચ્ચે સમાધાન કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. જેના પગલે એસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

By

Published : Jun 28, 2019, 1:29 PM IST

વડોદરા એસીબીએ પીઆઇ અને કોન્સ્ટેબલને લાંચ-રૂશ્વત કેસમાં ઝડપ્યા

માહિતી પ્રમાણે, વડોદરાની એક કંપનીમાં કર્મચારીએ ઉચાપત કરી હતી. આ અંગે કંપની દ્વારા કર્મચારીની વિરુધ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં ગોત્રી પોલીસ દ્વારા આ અરજીની તપાસ દરમિયાન બંને પક્ષોને સમાધાન કરવા માટે સમજાવતા કહેવામાં આવ્યું કે, જો ગુનો નોંધીશુ તો આરોપીની ધરપકડ થશે અને બંને પક્ષોને હેરાન થવું પડશે. અરજીનો સમગ્ર મુદ્દો ગોત્રી પોલીસ સ્ટેશનના PI રાવ પાસે ગયો હતો અને તેમણે સમાધાન કરવા માટે 1 લાખ રૂપીયાની માંગણી કરી હતી.

ગત્ એપ્રીલમાં આ અરજીના સમાધાન થયા બાદ PI ડી.કે. રાવે 30 હજાર લાંચ પેટે લીધા હતા. જ્યારે ગોત્રી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિતીન પ્રજાપતિએ આ અરજી તપાસમાં 5 હજાર લાંચ પેટે લીધા હતાં. આ અંગે લાંચ આપ્યાના પુરાવા સાથે એસીબી કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે ગોત્રીના PI તેમજ કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details