વડોદરાઃ પાદરામાં વધુ બે કોરોનાં પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. પાદરા નવાપુરા વિસ્તારમાં આવેલા રામેશ્વર સોસાયટીમાં રહેતા એક મહિલા તથા નવાપુરાના રાયણ વાળીની ખડકીમાં એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ વિસ્તારને કન્ટેઈનમેન્ટ અને તેની આસપાસના વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.
વડોદરાઃ પાદરામાં વધુ 2 કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગમાં દોડધામ મચી - હેલ્થ ઓફિસર
વડોદરા જિલ્લાના પાદરામાં વધુ 2 કોરોનાં પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. કોરોના પોઝિટિવ નોંધાતા આ વિસ્તારને કન્ટેઈનમેન્ટ અને તેની આસપાસના વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.
કોરોના પોઝિટિવ
જ્યારે રામેશ્વર સોસાયટીની એક મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે કારણે આ મહિલાને સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી. પાદરાના નવાપુરા વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીની એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પાદરા હેલ્થ ઓફિસર ડૉ. વિમલકુમાર સિંઘ તથા તેમનો સ્ટાફ આ વિસ્તારમાં દોડી આવ્યો હતો. પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પાલીકાનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો.