વડોદરા : વડોદરાના 4 પોલીસ મથકોમાં ઝડપાયેલા લાખો રૂપિયાનો વિદેશી દારૂના જથ્થાનો નાશ (Liquor Destruction of Vadodara) કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ માંથી મંજૂરી મેળવ્યા બાદ ચિખોદરા ગામની સીમમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. વડોદરાના ઝોન 3 માં આવતા ચાર પોલીસ મથકોમાં ડિસેમ્બર 2020 થી 2021 દરમિયાન પ્રોહિબિશનના ગુના હેઠળ ઝડપાયેલા 1.7 કરોડની કિંમતનો વિદેશી શરાબના જથ્થા પર કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ બુલડોઝર (Bulldozers on the Quantity of Liquor in Vadodara) ફેરવી દેવામાં આવ્યું હતું.
1 વર્ષમાં 60,003 વિદેશી શરાબની બોટલ કબજે
વર્ષ 2020 ડિસેમ્બરથી વર્ષ 2021 દરમિયાન વડોદરા શહેરના ચાર પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુના હેઠળ પોલીસે 1.7 કરોડનો (1.7 crore Liquor Destroy in Vadodara) ભારતીય બનાવટની વિદેશી શરાબનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. તેમાં વાડી પોલીસ મથકમાં કુલ બોટલ નંગ 2408 કિંમત 7.54 લાખ, પાણીગેટ પોલીસ મથકમાં બોટલ નંગ 16,629 કિંમત 27.01 લાખ, મકરપુરા બોટલ નંગ 13,800 કિંમત 21.78 લાખ, માંજલપુર પોલીસ મથકમાં બોટલ નંગ 27,166 કિંમત 50.79 લાખ, એમ ચાર પોલીસ મથકમાં કુલ મળીને કિંમત 1.7 કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.જેને તરસાલી બાયપાસ ચિખોદરા ગામની સીમમાં ખરાબાની જમીનમાં ગ્રામ પંચાયતની મંજૂરી મેળવી શરાબના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે.