ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી શહેર જિલ્લામાં 10 સેન્ટર પર રસીનો પ્રારંભ - વડોદરા જમનાબાઇ હોસ્પિટલ

આથી દેશભરમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં 10 રસીકરણ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. દરેક સેન્ટર પર 100 કોરોના વોરીયર્સને રસી આપવામાં આવશે. સાંસદ રંજનબેન ભટ્ટે જમનાબાઇ હોસ્પિટલમાં રસીકરણનો પ્રારંભ કરાવ્યો.

આજથી શહેર જિલ્લામાં 10 સેન્ટર પર રસીનો પ્રારંભ
આજથી શહેર જિલ્લામાં 10 સેન્ટર પર રસીનો પ્રારંભ

By

Published : Jan 16, 2021, 1:43 PM IST

  • નરેન્દ્ર મોદીએ આજથી વર્ચુયલ વેક્સિનનો આરંભ કરાવ્યો
  • વડોદરામાંં રસીકરણ શરૂ કરવામાં આવ્યું
  • સાંસદ રંજનબેન ભટ્ટે જમનાબાઇ હોસ્પિટલમાં પ્રારંભ કરાવ્યો

વડોદરા : આજથી દેશભરમાં કોરોના રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી વર્ચુયલ વેક્સિનનો આરંભ કરાવ્યો હતો અને રાજ્યમાં કોરોના વોરિયર્સ સાથે સંવાદ પણ કર્યા હતા. વડોદરા શહેરમાં આજે 100 હેલ્થ વર્કર અને કોરોના વાઇરસનો પહેલો ડોઝ આપ્યો હતો. શહેરમાં વિધાનસભાના અધ્યક્ષ સાંસદ સહિતના મહાનુભાવોએ વેક્સિનેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. વડોદરા શહેરને કોરોનાની વેબસાઈટનો 20650 ડોઝ પ્રાપ્ત થયો હતો. પસંદગીઓ આશાવર્કર પબ્લિક હેલ્થ વર્કર એએનએમ સહિતના 17000 હેલ્થ વર્કરની નોંધણી થઇ હતી. જેમાં આજે 10:00 વાગે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સાંજના પાંચ વાગ્યા સુધીમાં આ કામગીરી ચાલશે. જ્યારે શહેરના સાંસદ રંજનબેન ભટ્ટે જમનાબાઇ હોસ્પિટલમાં પ્રારંભ કરાવ્યો હતો.

આજથી શહેર જિલ્લામાં 10 સેન્ટર પર રસીનો પ્રારંભ

રસીકરણના દિવસે સાંસદે ખુશી વ્યક્ત કરી

સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા શહેરની જમનાબાઇ હોસ્પિટલમાં 100 જેટલા ડોક્ટર,પેરામેડીકલ, મેડિકલ સ્ટાફ, નર્સ સહિતના વેક્સિનની રસી મૂકવામાં આવશે. તેનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને આજથી જ રસી આપવાનો પ્રારંભ કરતાં સાંસદ રંજનબેન પટેલ ખુબ ખુશી વ્યક્ત કરી હતી અને લોકો જે અફવા ફેલાવે છે કે, રસી ના મુકવા જોઈએ એ અફવાથી દૂર રહેવાની વાત કરી હતી. તેમજ દરેક લોકોએ આ રસી મુકાવવી જોઇએ એમ પણ તેમણે જણાવ્યું હતું.

કોરોના ફ્રન્ટ વોરિયર્સને રસી આપવામાં આવી

આજે દેશભરમાં કોરોના વોરિયર્સને રસી મૂકવામાં આવી હતી. જેમાં જમનાબાઇ હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટર નયન રોહિતે વેક્સિન મુકાવી હતી. જમનાબાઇ હોસ્પિટલ માં નયન રોહિત છેલ્લાં કેટલાંક સમયથી નોકરી કરે છે અને પોતાના પરિવાર સાથે રહે છે. તેઓએ પ્રથમ તબબકમાં તેમની પસંદગી થતા ખુબ ખુશી વ્યક્ત કરી હતી. અને રસી બધાંએ મૂકાવી જોઈએ એની કોઈ આડઅસર નથી એમ પણ તેમણે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details