ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા પોલીસ દ્વારા 3.40 લાખના દારુ સાથે બે ની ધરપકડ, બે વોન્ટેડ - latest news of dbhaoi

વડોદરા પોલીસને મળેલી બાતમીના આધારે ડભોઈ રોડ પર એક ટ્રકની તપાસ કરાઈ હતી. જેમાંથી 3.40 લાખનો દારૂ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા
વડોદરા

By

Published : Jun 25, 2020, 5:12 PM IST

વડોદરાઃ ડભોઇ રોડ પર પોલીસે બંધ બોડીનો ટેમ્પો અટકાવી તપાસ કરી હતી. તે દરમિયાન ચાલકે દારૂનો જથ્થો યમુના મિલ કમ્પાઉન્ડ સામે આનંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં ખાલી કર્યો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે દરોડો પાડીને 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 2 આરોપીની ધપકડ કરી હતી.

વડોદરા પોલીસે 5.12 લાખનો મુદ્દામાલ સહિત 2 આરોપી ધરપકડ કરી

મળતી માહિતી પ્રમાણે, PCBના PI ભગોરા અને ટીમને બાતમી મળી હતી કે, ટેમ્પામાં દારૂનો જથ્થો લાવી ડભોઈ રોડ પર ખાલી કરવાનો છે. જેથી પોલીસે ડભોઈ રોડ પર ટેમ્પો રોકી તપાસ કરતાં દોઢ ફૂટનું ચોરખાનું મળ્યું હતું. તેમજ દારૂ આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં ખાલી કર્યો હોવાની જાણ થઈ હતી. જેના પગલે પોલીસે ગોડાઉનમાં દરોડો પાડી 3.40 લાખનો દારૂ - બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો.

પોલીસના જણાવ્યાનુસાર, તપાસમાં 5,12,800નો મુદ્દામાલ કબજે કરી આરોપી માધુસિંહ ચૌહાણ અને રાકેશ રાવતની ધરપકડ કરી હતી.જ્યારે દારૂ મંગાવનાર ગાજરાવાડીના બૂટલેગર રાજેશ ઠાકોર અને ગોડાઉન ભાડે રાખનાર કમલેશ પરમાર સામે વોન્ટેડ જાહેર કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details