કેન્દ્ર સરકાર દ્વારા 10 બેંકોના મેગા મર્જરના વિરોધમાં આજે બેંક હળતાળનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા સર્કલ પાસે બેન્ક કર્મચારીઓએ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
દિવાળીના તહેવારમાં બેંકોની હડતાળને પગલે કરોડોના વ્યવહારો ઠપ્પ - latestgujaratinews
વડોદરા : દિવાળીના તહેવારોમાં બેંકોની હડતાળને પગલે કરોડોના વ્યવહારો ઠપ્પ થયો છે. ઈન્ડિયન બેંક્સ એસોસીએશન દ્વારા 22મી ઓક્ટોબરને મંગળવારના રોજ બેંકોના મર્જરના વિરોધમાં હળતાળનું એલાન કરવામાં આવ્યું હતું. ગ્રાહકો પર લાદવામાં આવતા સવર્સિ ચાર્જ સહિતના મુદ્દે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું એલાન જારી કરવામાં આવ્યું છે.
etv bharat vadodra
કેન્દ્ર સરકાર દ્વારા 10 બેંકોને એકબીજામાં મર્જ કરી 4 બેંકોને બનાવવા નિર્ણયમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેમજ ઇંડિયન ઓવરસીસ બેન્ક સિવાયની તમામ જાહેર ક્ષેત્રની બેન્કમાં હડતાળમાં જોડાઈ છે. દિવાળીનો તહેવાર હોવાથી કરોડો રૂપિયાનો ટ્રાન્ઝેક્શન આજે અટકી જશે. બેંક હડતાલમાં જાહેર ક્ષેત્રની બેંકોના અંદાજે 20હજાર જેટલા કર્મચારીઓ જોડાશે. જેના કારણે મંગળવારના રોજ બેંકોમાં રોકડ, ક્લિયરિંગ, ટ્રાન્સફર સહિતના કરોડોના વ્યવહારો ઠપ્પ છે.