ગુજરાત

gujarat

ETV Bharat / state

પાર્કિંગ પ્રશ્ને મનમાની ઢબે કાર્યવાહી થતાં અમદાવાદી પોળના દુકાનદારોએ દુકાનો બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો - Traders protest

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવતાં રાવપુરા અમદાવાદી પોળના દુકાનદારો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વેપારીઓએ દુકાનો બંધ કરી દઈ મનમાની પોલીસ કામગીરીનો વિરોધ કર્યો હતો.

પાર્કિંગ પ્રશ્ને મનમાની ઢબે કાર્યવાહી થતાં અમદાવાદી પોળના દુકાનદારોએ દુકાનો બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો
પાર્કિંગ પ્રશ્ને મનમાની ઢબે કાર્યવાહી થતાં અમદાવાદી પોળના દુકાનદારોએ દુકાનો બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો

By

Published : Mar 6, 2021, 1:12 PM IST

  • વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન
  • અમદાવાદી પોળના દુકાનદારો દ્વારા વિરોધ વ્યક્ત કર્યો

બંને બાજુ પાર્કિંગ કરવા દેવા માગણી
વડોદરાઃ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનું ચુસ્ત પાલન કરાવતા રાવપુરા અમદાવાદી પોળના દુકાનદારો દ્વારા દુકાનો બંધ કરી દઈ પોલીસ કામગીરીનો વિરોધ કર્યો હતો. વેપારીઓનો આક્ષેપ છે કે દુકાનદારોના વાહનોને લીધે મેમો આપવામાં આવે છે. વેપારીઓની માગ છે કે બંને બાજુ વેપારીઓને પાર્કિંગ કરવા દેવામાં આવે. એક બાજુ પાર્કિંગને કારણે ગ્રાહકો માટે પાર્કિંગ હોતું નથી.

વેપારીઓની માગ છે કે બંને બાજુ વેપારીઓને પાર્કિંગ કરવા દેવામાં આવે
આ પણ વાંચોઃવડોદરા APMCમાં પાર્કિંગ ઉલ્લંઘન મુદ્દે વેપારીઓએ કર્યો વેપારીઓનો વિરોધ,જુઓ વીડિયોવિશ્વમાં કોરોનાની મહામારીના કારણે વેપારધંધા ઠપ થઈ ગયા છે ત્યાં ટ્રાફિક પોલીસ વાહનોના નામે ખોટી રીતે મેમો ફાડીને દંડ વસૂલતા આજે વેપારીઓ વિરોધ કર્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ શહેર ટ્રાફિક સમસ્યા બાબતે વિભાગ એકાએક સફાળે જાગૃત થયો હતો અને ગત રોજ શહેરના રાવપુરા ખાતે ટ્રાફિક ડ્રાઈવ યોજી દુકાન સામે પાર્કિંગમાં ઉભા રખાયેલા વાહનોને ઉઠાવી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈને આજે રાવપુરા વેપારીઓ દ્વારા દુકાનો બંધ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.
  • બંને બાજુ પાર્કિંગની વેપારીઓની માગ

    શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ સહિતના ટ્રાફિક નિયમનની ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં અમદાવાદી પોળ અને રાવપુરા વિસ્તારમાં ટ્રાફિક પાર્કિગ માટે ઓડ ઇવન પદ્ધતિ અમલમાં લઇ આવી છે. જોકે અન્ય કેટલીક ટ્રાફિક નિયમન પોલીસીને લઇને અમદાવાદી પોળ અને કોઠી પોળના દુકાનદારો વિરોધ કરી રહ્યાં છે. આજે સવારે ફરી ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનની કામગીરી શરૂ કરતાં નારાજ દુકાનદારો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને ટ્રાફિક પોલીસની કામગીરીના વિરોધમાં દુકાનો બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓની માગ છે કે બંને બાજુ પાર્કિંગ કરવાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવે જેના કારણે ટ્રાફિકની સમસ્યા રહે નહીં.

  • ગ્રાહકો દૂરદૂર વાહનો પાર્ક કરી ખરીદી કરવા કેવી રીતે આવે?


    વેપારીઓએ જણાવ્યું ગ્રાહકોને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ અને સેલની સ્કીમો મૂકીએ છે ત્યારે ટ્રાફિકના કારણે ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકો કે જેઓ દૂરદૂરથી પોતાના વાહનો સાથે ખરીદી કરવા આવે છે ત્યારે તેેઓ દુકાનો સામે પાર્કીંગ એરિયામાં પોતાના વાહનો પાર્ક કરે છે. આજ દિન સુધી ટ્રાફિક વિભાગ દ્વારા અહીં કોઈ ડ્રાઈવ કરી ન હતી. પરંતુ ગત રોજથી ટ્રાફિકના નામ વેપારીઓને પરેશાનીમાં મૂકી રહ્યાં છે. કોઈ ગ્રાહક દૂર વાહન પાર્ક કરી દુકાન પર કેવી રીતે ખરીદી કરવા આવે શકશે? સાથે જ દુકાનમાં નોકરી કરતા તથા દુકાનદારે પોતાના વાહનો ક્યાં પાર્ક કરવા અને સલામતી શું તે પ્રશ્નો સાથે આજરોજ વેપારીઓ દ્વારા રાવપુરા ખાતે દુકાનો બંધ કરાવી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે તંત્રને બેરીકેડનું વધારાનું પાર્કિંગ નથી દેખાતું માત્રને માત્ર વેપારીઓએ કરેલું પાર્કિંગ જ તંત્રને દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી અમારો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી તંત્ર સામે આંદોલન ચાલતું રહેશે. આ વિસ્તારમાં પ્રધાન યોગેશ પટેલનું નિવાસસ્થાન પણ આવેલું છે જ્યાં દુકાનદારોએ ટ્રાફિક પોલીસ સામે બાંયો ચઢાવી છે.

ABOUT THE AUTHOR

...view details