ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા ગામે સાસરીયાના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પરણિતાએ જીવન ટૂંકાવ્યું

વડોદરામાં માનસિક અને શારીરિક ત્રાસથી (Vadodara Crime) કંટાળીને મહિલાએ જીવનને સમાપ્ત કરી દીધું છે. મહિલાના પરિવારજનોએ મંજુસર પોલીસ સ્ટેશનમાં ( Manjusar Police Station) ફરિયાદ કરવામાં આવી હતી. 306 અને 498 મુજબ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. અને ફરાર આરોપીઓને શોધવા કાઢવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા ગામે સાસરીયાના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પરણિતાએ જીવન ટૂંકાવ્યું
વડોદરા ગામે સાસરીયાના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પરણિતાએ જીવન ટૂંકાવ્યું

By

Published : Nov 17, 2022, 3:48 PM IST

વડોદરાસાસરીયાના માનસિક (Vadodara Crime) અને શારીરિક ત્રાસથી કંટાળીને પરણિતાએજીવન ટૂંકાવ્યું હતું. પરણિતાના પરિવારજનોએ મંજુસર પોલીસ સ્ટેશનમાં (Manjusar Police Station) ફરિયાદ નોંધાવી છે. સાવલીના ટુંડાવ ગામે પરણિતાને પતિ અને સાસરીયા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. જેથી પરણિતા કંટાળીગઈ હતી. પરિણામે તેને જીવન ટૂંકાવવા ઝેરી દવા પી લીધી હતી. અઝરૂદ્દિંને પરણિતાના પરીવારજનોને જાણ કરી જણાવ્યું હતું કે, સનોબરે દવા પીધી છે અને તેને સાવલી ખાતે દવાખાને લઈ જઈએ છીએ. પરણિતાની બહેન હીનાબેન આસિફખાન પઠાણ રહે છે. એકતાનગર આજવા રોડ, રામ રહીમ સોસાયટી, વડોદરાએ મંજુસર પોલીસ સ્ટેશને Manjusar Police Station) પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે, આજથી ચાર વર્ષ પહેલાં થયાં હતાં. પરંતુ તેને હેરાન પરેશાન કરતાં સાસરિયાંથી મારી બહેન કંટાળી ગઇ હતી. તેવું નાની બહેને મંજુસર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.

માનસિક ત્રાસલગ્ન બાદ સાસરિયાં દ્વારા શારિરીક અને માનસિક ત્રાસ અપાતો હતો. સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકે ( Manjusar Police Station) મરનારની બહેન હીનાબેન આસિફખાન પઠાણ રહે એકતાનગર આજવા રોડ રામ રહીમ સોસાયટી, વડોદરાએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે આજથી ચાર વર્ષ પહેલાં પોતાની નાની બહેન સનોબરબાનુના લગ્ન અજરૂદીન ઉર્ફે સાજીદ અબ્દુલ ચૌહાણ રહે ટુંડાવ તાલુકો સાવલી સાથે થયા હતા. પરંતુ તેનાં સાસરિયાં અને પતિ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતાં હતાં.

પરિણીતાએ દવા ગટગટાવીસાંજના સમયે ફરિયાદીના બનેવી અજરૂદ્દિંનનો ફોન આવેલો કે સનોબરે દવા પીધી છે. અને તેને સાવલી ખાતે દવાખાને લઈ જઈએ છીએ. તેથી પરણિતાના સૌ સગા સબંધીઓ સાવલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સારવાર હેઠળ પરણિતાએ તૂતક તૂતક શબ્દોમાં જણાવેલ કે સાજીદના ત્રાસથી તેણે દવા પીધી છે. અને ત્યારબાદ વામીટ કરવા લાગેલી આ બાબતે સાજીદને પૂછતા તે હોસ્પિટલમાંથી ભાગી છુટ્યો હતો. અને ટૂંકી સારવાર બાદ પરણિતાનું મોત નીપજ્યું હતું.

ગુનો નોંધી તપાસ હાથ ધરી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ તંત્રએ સાસરિયામાં ત્રાસ અને મારઝૂડની ફરિયાદ મંજુસર પોલીસ મથકે ફરિયાદી હીનાબહેને નોંધાવતા સાસુ સસરા અને પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીમાં નોંધાવેલ નામ પ્રમાણે 1. અબ્દુલ ઉર્ફે હાફેઝી અમરસિંહ ચૌહાણ, 2 શઈદાબેન અબ્દુલ હાફેઝી ચૌહાણ, 3 અજરૂદ્દીન ઉર્ફે સાજીદ અબ્દુલ ચૌહાણ તમામ રહે ટુંડાવ તાલુકો સાવલીના વિરુદ્ધ ઈપીકો 306 અને 498 મુજબ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. અને ફરાર આરોપીઓને શોધવા કાઢવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details