વડોદરાઃ છોટાઉદેપુરમાં નકલી ચલણી નોટો માર્કેટમાં ઘુસાડવાના(Counterfeit currency notes market) કેસમાં પકડાયેલા શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની ગંગવાણીને પ્રતાપગંજની પૂજા હોટલમાંથી ભગાડી દેવાના ગુનામાં તેની પત્નિ અને બહેનની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આરોપીને મદદગારી કરનાર વધુ ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી. અત્યાર સુધીમાં પોલીસે કુલ 8 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
એન્થોનીની પત્ની અને બહેની પોલીસે ધરપકડ કરી -છોટાઉદેપુરમાં રૂપિયા 500 ના દરની 1081 બોગસ ચલણી નોટો વેપારીને પધરાવવાના ગુનામાં ઝડપાયેલા માથાભારે ગુનેગાર અનિલ ઉર્ફે એન્થોની ગંગવાણીને પાઈલ્સની સારવાર માટે ગત તારીખ પાંચમી મેના રોજ સબજેલમાંથી પીએસઆઇ જે.પી.ડામોર સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. તે દરમિયાન બપોરે એક વાગ્યાની આસપાસ એન્થોની તેની પત્નિ, પુત્રી અને બહેનને મળવાના બહાને પીએસઆઇ ડામોરને પ્રતાપગંજની પૂજા હોટલમાં લઈ ગયો હતો. જ્યાં અગાઉથી ઘડેલા પ્લાન મુજબ એન્થોની પીએસઆઇ ડામોરને તેના બે સાગરીતો સન્ની પંચોલી અને ડ્રાઇવર સાદિક મકરાણી સાથે રૂમમાં બેસાડીને ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં સંડોવાયેલા આરોપીની પત્ની સુમન ગંગવાણી અને તેની બહેન જયશ્રી ભોજવાણી શહેર છોડી મુંબઈ ભાગે તે પહેલાં જ પીસીબી પોલીસે કારેલીબાગ વિસ્તારના જલારામ મંદિર પાસેથી બંનેને ઝડપી પાડી હતી.
આ પણ વાંચોઃકુખ્યાત ગેંગસ્ટર એન્થોની વડોદરા પોલીસને ચકમો આપી ફરાર થતાં પોલીસ બેડામાં દોડધામ