ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ઇફેક્ટઃ વડોદરાના કમાટીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલય આગામી દિવસોમાં રહેશે બંધ

કોરોનાં વાયરસના કારણે વડોદરા શહેરના કમાટીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલયને તારીખ 18થી 29 માર્ચ સુધી પાલિકાતંત્રની સૂચના બાદ પ્રવેશદ્વાર પર નોટિસ મારવામાં આવી હતી.

By

Published : Mar 19, 2020, 3:37 AM IST

વડોદરા
વડોદરા

વડોદરાઃ કોરોનાં વાયરસના ખોફને લઈ વડોદરા શહેરના કમાટીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલયને તારીખ 18થી 29 માર્ચ સુધી પાલિકા તંત્રની સૂચના બાદ પ્રવેશદ્વાર પર નોટિસ મારવામાં આવી હતી. જેને પગલે સહેલાણીઓથી ધમધમતો કમાટીબાગ સુમસામ બન્યો હતો.

કોરોના ઇફેક્ટઃ વડોદરાના કમાટીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલય આગામી દિવસોમાં રહેશે બંધ

કોરોના વાયરસને વિશ્વ મહામારી તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા અગમચેતીનાં ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈ વડોદરા મહાનગરપાલિકા તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

ગતરોજ પાલિકાના મેયર ડો. જીગીષાબેન શેઠ દ્વારા જાહેરાત કરાઇ હતી. જેમાં કમાટીબાગને બંધ રાખવા જણાવાયું હતું. જે અંતર્ગત કમાટીબાગ ખાતે આવેલું પ્રાણી સંગ્રહાલય સહેલાણીઓ માટે તારીખ 18થી 29 માર્ચ સુધી બંધ રાખવાની નોટિસ પ્રાણી સંગ્રહાલયના દરવાજે મારવામાં આવી હતી. જેના લીધે કમાટીબાગ જે સહેલાણીઓથી ધમધમતો હતો તે સુમસામ બન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details