વડોદરાઃ સાવલીથી આણંદ તરફ જતાં મુખ્યમાર્ગ પર કનોડા-પોઇચા ગામ પાસે મહી નદીના પુલની આજુબાજુની પેરાફીટ પર લોખંડની જાળી ફીટ કરવાની કામગીરીનો આરંભ કરાયો છે.
મહી નદીના આ વિશાળ પુલ પરથી વારંવાર આત્મહત્યાના બનતા બનાવની વાત સ્થાનિક ધારાસભ્યને ધ્યાને આવતાં આર.એન્ડ.બી ના અધિકારીઓને ભલામણ કરતાં તાત્કાલિક ધોરણે નિર્ણય લેવાયો હતો. વડોદરા જિલ્લાને સાવલી તાલુકામાં થઈ ખેડા નડિયાદ આણંદ જિલ્લાને જોડતો કનોડા-પોઇચા પાસે મહીસાગર નદી પર વિશાળ બ્રીજ આવેલો છે. જ્યાં છેલ્લા 6 મહિનામાં 4થી વધુ લોકોએ અગમ્ય કારણસર ખુબજ ઉંચા આ પુલ પરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. જેને લઈ આ બ્રીજને સુસાઈડ પોઈન્ટ તરીકેનું લાંછન લાગ્યું હતું.
વડોદરા મહી નદીના પુલની આજુબાજુ લોખંડની જાળી ફીટ કરવાની કામગીરી હાથ ધરાઇ - Mahin river bridge
વડોદરા જિલ્લાના સાવલીથી આણંદ કરફ જતાં મુખ્ય માર્ગ પર કનોડા-પોઇચા ગામ પાસે મહી નદીના પુલની આજુબાજુ પેરાફીટ પર લોખંડની જાળી ફીટ કરવાની કામગીરીનો આરંભ કરાયો છે. આ બ્રીજને સુસાઈડ પોઈન્ટ તરીકેનું લાંછન લાગ્યું હતું. આ પુલ ઉંચો હવાથી આત્મહત્યાના બનાવ બનતા હતા. જેના કારણે લોખંડની જાળી ફીટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જે બાબત સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારને ધ્યાને આવતા આરએન્ડબીના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી તાત્કાલિક ધોરણે અમલ થાય તે માટે રજૂઆત કરતાં પોઇચા મહી નદીના પુલની લાંબી બંન્ને સાઈડની પેરાફીટ પર ઉંચાઈ ધરાવતી જાળી ફિટિંગ કરવાની કામગીરી આરંભાઈ હતી.
જેથી કરીને સરળતાથી નદીમાં ઝંપલાવવું અશક્ય બને અને આત્મહત્યાની ઘટના ટાળી શકાય. આગામી 15 દિવસમાં ઝડપી રીતે લાંબા પુલની બંને બાજુની પેરાફીટ પર ગ્રીલ મારવાની કામગીરી પૂર્ણ કરાશે ના આશાવાદ સાથે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે જીવનના કોઈપણ ઉતાર ચઢાવમાં આત્મહત્યા જેવું પગલું ન ભરવાનો સંદેશ આપ્યો હતો.