- પુષ્પાબેન વાઘેલાએ કોરોનાના સાચા આંકડા જાહેર કરવાની માગ કરી હતી
- પુષ્પાબેન વાઘેલાએ OSD, કલેક્ટર અને મનપા કમિશ્નરને આવેદનપત્ર આપ્યું
- જરૂરી ઇન્જેક્શનો, ઓ્કસિજન, વેન્ટિલેટરોમાં વધારો કરવાની માગ કરી
વડોદરાઃ શહેરના કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ મનપા કમિશ્નર અને કલેક્ટરને આવેદન પાઠવી કોરોનાના સાચા આંકડાઓ જાહેર કરવા રજૂઆત કરી હતી. શહેરના વોર્ડ નંબર-1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર ભારત દેશ કોરોના કેસમાં પ્રથમ આવતો હોય ત્યારે વડોદરા શહેર પણ તેમાંથી બાકાત નથી. વડોદરા શહેરમાં કોરોનાના દર્દીઓમાં રોજેરોજ વધારો થતો જાય છે ત્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો પૂરવઠો આવતો નથી.
વડોદરા શહેર કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે કોરોનાના સાચા આંકડા જાહેર કરવાની માગ કરી આ પણ વાંચોઃ સરકાર કોરોનાના પારદર્શી અને સાચા આંકડા જાહેર કરે - ગુજરાત હાઇકોર્ટ
સંપૂર્ણ માહિતી આપવામાં આવતી નથી
રેમડેસીવીર ઇન્જેક્શનો માટે લોકો કાળા બજારમાં પૈસા ખર્ચતા હોવા છતાંય ભીખ માંગવાનો વારો આવતો હોય છે, માંડ-માંડ એકાદ ઇન્જેકશન મળતું હોય ત્યારે આપના તરફથી 0દરરોજ આંકડા જાહેર કરવામાં આવે છે કે 1,125 રેમડેસવીર ઇન્જેક્શનોની વહેંચણી કરવામાં આવી હતી પરંતુ કોને કેટલા રેમડેસીવીર ઇન્જેક્શનો આપવામાં આવ્યા ? કઇ હોસ્પિટલમાં કેટલા બેડની હોસ્પિટલમાં કેટલા ઈન્જેક્શનોની માંગણી સામે કેટલા ફાળવવામાં આવ્યા તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવતી નથી.
વડોદરાની પરિસ્થિતીથી વાકેફ કરી રજૂઆત કરી
દિવસેને દિવસે કોરોનાના દર્દીઓમાં વધારો થતો જાય છે ત્યારે રેમડેસીવીર ઈન્જેક્શનના જથ્થામાં વધારો થવો જોઇએ. તેના બદલે ઓછા મળતા હોય ત્યારે તે બાબતે સરકારનું ધ્યાન દોરી શહેરની વાસ્તવિક પરિસ્થિતીથી વાકેફ કરી તેમણે રજૂઆત કરી હતી કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, વેન્ટિલેટર તથા રેમડેસીવીર ઈન્જેક્શનના જથ્થામાં વધારો કરવામાં આવે. મૃત્યુદર ઘટે તે દિશામાં તાત્કાલીક પગલા ભરવા તથા મૃત્યુનાં આંકડા છૂપાવવામાં આવે છે તેના બદલે સાચા આંકડા રજૂ કરવામાં આવે તો જનતાં વધારે ગંભીરતાથી કોરોના સામે જાગૃત થાય તેવી તેમની માંગણી છે.
આ પણ વાંચોઃ ગોત્રી હોસ્પિટલના 18 તબીબો અને મેડિકલ સ્ટુડન્ટ તથા 36 નર્સ કોરોના સંક્રમિત થયા