ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં પત્નીએ અજાણ્યા ઈસમો સાથે મળી પતિને માર મારી લૂંટી લીધો - લૂંટ

મુંબઈના અરવિંદ રમેશ ડાંકને તેની પત્નીએ ફોસલાવી વડોદરા નજીકના ભાયલી ગામ વિસ્તારમાં બોલાવી અજાણ્યા ઈસમો દ્વારા મારમાર્યો હતો. આ ઉપરાંત 15 હજાર રૂપિયા તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી હતી.

vadodra news
vadodra news

By

Published : Nov 10, 2020, 12:46 PM IST

  • બહેનપણીના જન્મદિવસની પાર્ટી કહી પતિને વડોદરા બોલાવ્યો
  • પત્નીએ અજાણ્યા શખ્સો સાથે મળી પતિને માર માર્યો
  • ફરિયાદ બાદ પોલીસે શરૂ કરી તપાસ

વડોદરાઃ મુંબઈમાં રહતા પતિને તેની પત્નીએ બહેનપણીના જન્મ દિવસની પાર્ટી રાખી હોવાનું કહી વડોદરા નજીકના ભાયલી ગામથી ગોકુળપુરા ગામ તરફ જવાના માર્ગે બોલાવામાં આવ્યો હતો. ત્યારબાદ પત્નીએ અજાણ્યા ઈસમો સાથે મળીને પતિને માર મારી લૂંટ કરી હતી.

મુંબઈ ખાતે રહેતાં અરવિંદ રમેશ ડાંકે હોમગાર્ડમાં નોકરી કરે છે. તેઓ છેલ્લા 8 વર્ષથી વડોદરાની ઝોયા પઠાણ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. 2 મહિના પહેલાં જ અરવિંદે ઝોયા સાથે લગ્ન કર્યા હતા. 2 મહિના લગ્ન ગાળા દરમિયાન પતિ-પત્ની વચ્ચે થયેલી નજીવી બોલાચાલી બાદ પત્ની ઝોયા પતિને તરછોડી પરત વડોદરા આવી ગઈ હતી.

પત્નીને લેવા આવેલા પતિને માર માર્યો

ગતરોજ મંગળવારની મોડી રાત્રે મુંબઈથી અરવિંદ તેની પત્ની ઝોયાને લેવા માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં પત્ની ઝોયાએ મારી બહેનપણીનો જન્મદિવસ હોવાથી પાર્ટી રાખી છે. તેમ કહી વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામથી ગોકુળપુરા તરફ જવાના માર્ગે અવાવરી અંધારપટ જગ્યાએ લઈ ગઈ હતી. જ્યાં અજાણ્યા ઈસમોને બોલાવી પત્ની ઝોયાએ પતિ અરવિંદને બરાબરનો મુંઢ માર માર્યો હતો. જેથી પતિ અરવિંદ અધમુવો થઈ જતા તે ઢળી પડ્યો હતો. પત્ની અને સ્થળ પર આવેલા અજાણ્યા ઈસમોએ અરવિંદ પાસેથી 15 હજાર રોકડા અને એક મોબાઈલ ફોન ઝૂંટવી લઈ નાસી છૂટ્યા હતા.

પતીએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

આ અંગેના આક્ષેપ સાથે મુંબઈના હોમગાર્ડ જવાન અરવિંદ ડાંકે તાલુકા પોલીસ મથકે પત્ની ઝોયા અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે તાલુકા પોલીસે સમગ્ર બનાવ અંગેની આગળની તપાસ હાથધરી છે.

ABOUT THE AUTHOR

...view details