- પોલીસ કોન્સ્ટેબલના અણછાજતા વર્તન, ગ્રામજનો રોષે ભરાયા
- ગ્રામજનોએ રેલી યોજી પોલીસ મથકે પહોંચ્યા
- લોકોનો મિજાજ પારખી જતા પોલીસ કોન્સ્ટેબલ છુમંતર થયા
વડોદરાઃ ડભોઈ તાલુકાના ગુમાનપુરાના ગામ લોકોએ ચાંદોદ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલના અણછાજતા વર્તન સામે રોષે ભરાઈ પોલીસની બે ધારી નીતિના આક્ષેપો કર્યા હતા. રેલી રૂપે પોલીસ મથકે પહોંચી હલ્લો મચાવ્યો હતો.
વડોદરાઃ પોલીસ કોન્સ્ટેબલના અણછાજતા વર્તન સામે ગુમાનપુરાના ગ્રામજનો વિફર્યા કોન્સ્ટેબલનું અણછાજતું વર્તન
ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસ મથકની હદમાં આવતા ગુમાનપુરા ગામના લોકો ભાથુજી મંદિરના નિર્માણ માટે નજીકની ઓરસંગ નદીના ભાઠામાં રેતી ભરવા માટે ગયા હતા. દરમિયાન સ્થળ પર હાજર ચાંદોદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શાંતિલાલ માળીએ ગ્રામજનોને અપશબ્દો બોલી મહિલાઓ સાથે પણ અણછાજતું વર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા.
વડોદરાઃ પોલીસ કોન્સ્ટેબલના અણછાજતા વર્તન સામે ગુમાનપુરાના ગ્રામજનો વિફર્યા પોલીસ કોન્સ્ટેબલના અણછાજતા વર્તનથી ગ્રામજનોમાં રોષ
ગ્રામજનોના જણાવ્યા મુજબ પોલીસ કોન્સ્ટેબલે લોકો સાથે આરોપી જેવું વર્તન કરતાં ગ્રામ લોકોમાં રોષ વ્યાપ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલના વર્તનથી નારાજ થયેલા ગુમાનપુરા ના લોકોએ રેલી યોજી ચાંદોદ પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે ગામ લોકોનો મિજાજ પારખી જતાં હેડ કોન્સ્ટેબલ શાંતિલાલ માળી છૂમંતર થઈ ગયા હતા. ગ્રામજનોએ રેતી માફિયાઓ સામે ગંભીર આક્ષેપો લગાવી રેતી માફિયાઓની શરણે રહેતી પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.