મળતી માહિતી મુજબ એમ.એસ.યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ચાલતા સેન્ટ્રલ એસેસમેન્ટ સેલમાંથી ઉત્તરવહીઓ સંતાડીને બહાર લઈ ગયા બાદ તેમાં જવાબો લખીને પાછી મુકી દેવાનું કૌભાંડ ઝડપાયું હતું. યુનિવર્સિટીમાં પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સત્તાધીશો એકશનમાં આવ્યા હતા.
વડોદરાની MS યુનિ. ફરી આવી વિવાદમાં, ઉત્તરવહી કૌંભાડ આવ્યું સામે
વડોદરા: એમ.એસ.યુનિવર્સીટી ફરી એક વખત વિવાદના વંટોળમાં ફસાઈ ગઇ છે. કોઈના કોઈ વિષયમાં હંમેશા ચર્ચામાં રહેતી અને ખાસ કરીને વિવાદોની પર્યાય બનેલી એમ.એસ.યુનિવર્સીટી ફરી એક વખત યુનિવર્સીટીમાં ઉત્તરવહીઓ બહાર લઈ જઈને જવાબો લખાવાનું કૌભાંડ સામે આવ્યું છે.
આ મામલામાં શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી.જોકે આ સમગ્ર મામલે યુનિવર્સીટીની આર્ટસ ફેકલ્ટીના પટ્ટાવાળા વિદ્યાર્થીઓને ઉત્તરવહી બહાર લઇ જવા દેતા હતા અને પાસ કરાવા માટે રૂપિયા પણ વસુલતા હતા. જોકે આ પટ્ટાવાળા રૂપિયા 900માં ઉત્તરવહી બહાર લઈ જઈ વિદ્યાર્થીઓને આપતા અને વિદ્યાર્થીઓ લખીને પટ્ટાવાળાને પરત કરી દેતા હતા. જે બાદ પટ્ટાવાળા યુનિવર્સીટીમાં રાબેતા મુજબ ઉત્તરવહી પાછી ગોઠવી દેતા હતા.
જોકે હાલતો આ સમગ્ર મામલામાં જે વિદ્યાર્થીઓએ આ રીતે ઉત્તરવહીઓ લખી હશે તે તમામ 20થી વધુ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવશે.જોકે હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. યુનિવર્સિટી પટ્ટાવાળાની પૂછપરછ કરાતા તેમણે ઉત્તરવહી બહાર લઈ જવાની કબૂલાત કરી છે.તેમની સામે પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવામાં આવશે.