એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં FY, SY અને TY B.COMની ઇન્ટરનલ પરીક્ષા ગત ઓક્ટોબર મહિનામાં લેવામાં આવી હતી. જેના પરિણામો આજ દિન સુધી જાહેર કરવામાં આવ્યા નથી. જેને કારણે વિદ્યાર્થીઓ અટવાયા છે. કોમર્સ ફેકલ્ટીમાં ઇન્ટરનલ પરીક્ષામાં OMR શીટમાં પ્રિન્ટિંગમાં છબરડા સામે આવ્યા છે.
MS યુનિવર્સિટીમાં પરીક્ષામાં છબરડો, 4 હજારથી વધુ વિદ્યાર્થીઓના પરિણામ અટવાયા
વડોદરા: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં ફરી એક વખત પરીક્ષામાં છબરડા સામે આવ્યા છે. કોમર્સ ફેકલ્ટીની ઇન્ટરનલ પરીક્ષાઓની OMR શીટની પ્રિન્ટિંગમાં ભૂલ થતા પેપર સ્કેનિંગ મશીન વાંચીના શકતા વિદ્યાર્થીઓના પરિણામો અટવાયા છે. અંદાજે 4 હજારથી વધુ OMR શીટમાં પ્રિંન્ટિગની ભૂલ હોવાથી હજુ સુધી તેનું ચેકિંગ થઇ શક્યું નથી. જેથી વિદ્યાર્થીઓના પરિણામો અચવાયા છે.
OMR શીટમાં પૂછવામાં આવતા સવાલોની સામે જવાબના ચાર ઓપશન આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ કોઈ એક ઓપશન ટિક કરે છે. આ પ્રક્રિયા બાદ OMR શીટની ચકાસણી કરવા માટે સ્પેશિયલ સ્કેનિંગ મશીનથી સ્કેન કરવામાં આવે છે અને જે સાચો જવાબ હોય છે. સોફ્ટવેરમાં તે સ્કેન કરે છે. જેના આધારે OMR શીટમાં સાચો જવાબ ટિક કરેલ ડિટેકટ થઈ જાય છે અને પરિણામ મળે છે. પરંતુ, આ પ્રક્રિયામાં ખરાબ પ્રિન્ટિંગ થવાથી કોડ સ્કેનના થવાથી હાલતો વિદ્યાર્થીઓના પરિણામ ટલ્લે ચઢ્યા છે. યુનિવર્સિટી સત્તાધીશીઓ જણાવી રહ્યા છે કે, આગામી એક અઠવાડિયામાં પરિણામ આવી જશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે પરંતુ, હાલ તો વિદ્યાર્થીઓ પોતાના મહેનતની પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે.