વડોદરા બાર જિલ્લા બાર એસોશિએસનના પ્રમુખ હસમુખ ભટ્ટની સામે બે દિવસ પહેલા તાલુકા પોલિસ સ્ટેશન મથકમાં લૂંટ અને મારામારીની ફરિયાદ નોંધાઇ હતી. જો કે આ ફરીયાદ ખોટી રીતે પોલીસે વકીલોને બદનામ માટે કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગત બે દિવસથી વડોદરા સ્થિત આવેલા વૅક્સીન કોર્ટ સંકુલ ખાતે જિલ્લા પોલિસના વિરૂદ્ધમાં વકિલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વડોદરામાં વકીલ એસોશિએસન દ્વારા બીજા દિવસે પણ વિરોધ યથાવત - lawyer
વડોદરા: શહેરના બાર એસોશિએસનના પ્રમુખ હસમુખ ભટ્ટ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટ અને મારામારીની ફરિયાદ નોંધાઇ હતી. જો કે, આ ફરિયાદ અંગે બાર એસોશિએસનના વકીલોના આક્ષેપ છે કે, આ ફરીયાદ તદ્દન ખોટી છે, તથા આ ફરીયાદને લઇને પોલીસ વિભાગ દ્વારા વકિલોને બદનામ કરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ પણ મુકવામાં આવ્યા હતા. સાથે જ વકીલો દ્વારા વિરોધ નોંધાવવાની સાથે પોલીસનું પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું.
ત્યારે મંગળવારના રોજ પણ વકીલો દ્વારા પોલીસની કામગીરીના વિરોધમાં સૂત્રોચાર કર્યા હતા. તો એક દિવસના પ્રતિક ઊપવાસ પર વકિલો બેઠા હતાં. તો બીજી તરફ વકીલોએ રસ્તા રોકી રામધુન પણ કરી હતી.
ઉલ્લેખનિય છે કે, આજથી એક વર્ષ પહેલા નવી કોર્ટનું ઉદ્ધાટન થયું હતું. કોર્ટના પહેલા જ દિવસે પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી આ ઘટનાને આજે એક વર્ષ પુર્ણ થતાં વકીલોએ દ્વારા બ્લેડ ડે મનાવ્યો હતો. ત્યારે સતત બે દિવસથી કોર્ટ કાર્યવાહીથી વકીલો અળગા રહ્યા હતા. તો આ સાથે જ વકીલો દ્વારા જિલ્લા પોલીસના પૂતળાને ફાંસી આપીને પુતળાનું દહન કર્યુ હતું. જો કે વડોદરા વકીલ મંડળ દ્વારા એવી ચિમકી ઊચ્ચારી હતી કે, પોલિસ દ્વારા પ્રમુખ વિરૂદ્ધ નોંધવામાં આવેલી ખોટી ફરીયાદ જ્યાં સુધી પરત નહી લેવામા આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.