ગુજરાત

gujarat

By

Published : Jan 29, 2020, 3:20 AM IST

ETV Bharat / state

છાયાપુરી અને વડોદરા રેલવે સ્ટેશન પર 1 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ નવીન VIP રૂમ અને લિફ્ટનું લોકાર્પણ

છાયાપુરી અને વડોદરા રેલ્વે સ્ટેશન પર 1 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ નવીન VIP રૂમ અને લિફ્ટનું સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

etv
રેલવે પર 1 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ નવીન VIP રૂમ અને લિફ્ટનું લોકાર્પણ

વડોદરાઃ પશ્ચિમ રેલવેના વડોદરા રેલવે વિભાગ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે મુખ્ય મહેમાનોની અવર-જવર વધુ હોવાથી અને તેમની મહેમાન ગતિ માણવા માટે આરામદાયક રૂમની સુવિધા ઉપલબ્ધ બની રહે તે માટે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરની ટી.સી.ઓફીસની જગ્યા પર લાખો રૂપિયાના ખર્ચે નવીન VIP રૂમ નવનિર્માણ કરવામાં આવ્યો છે.જેનું લોકાર્પણ વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું.

છાયાપુરી અને વડોદરા રેલવે સ્ટેશન પર 1 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ નવીન VIP રૂમ અને લિફ્ટનું લોકાર્પણ

સાંસદ રંજનબેન ભટ્ટના અથાગ પ્રયાસોના કારણે વડોદરા રેલવે સ્ટેશન એક નવી દીશા તરફ પ્રયાણ કરી રહ્યું છે. રેલવે મુસાફરોને વધુ સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો હાથધરવામાં આવી રહ્યા છે. જ્યારે,છાણી વિસ્તાર સ્થિત છાયાપુરી રેલવે સ્ટેશનને કરોડો રૂપિયાના ખર્ચે નવીન સેટેલાઈટ રેલવે સ્ટેશન તરીકે રૂપાંતર કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન ખાતે લાંબા અંતરની ટ્રેનોનું સ્ટોપેજ ત્યાં હોવાથી ટ્રેન મુસાફરોની અવરજવર વધી છે. આથી વડોદરા રેલવે વિભાગ દ્વારા ટ્રેન મુસાફરોને પ્લેટફોર્મ નંબર 1 અને 2 ઉપર જવા માટે 51.51ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details