વડોદરા : લોકડાઉનને પગલે ઉદ્યોગોમાં ત્રણ માસથી ઉત્પાદન બંધ રહ્યું હતું, પરંતુ તે સમયને ભરપાઇ કરવાના આશયથી કેન્દ્ર અને રાજય સરકાર કામના કલાકમાં 4 કલાક કામનો વધારો કરવા તથા નવા ઉદ્યોગો ભારતમાં અને ગુજરાત રાજયમાં આવે તેના માટે 1200 દિવસ કોઇપણ મજુર કાયદા લાગુ પડશે નહી તેવો કાયદો ઘડવા માટે પણ રજુઆત કરેલી હતી.
વડોદરામાં સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું
સરકારના શ્રમજીવી વિરોધી કાયદાઓ ઘડવાની નિતિ સામે રાષ્ટ્રવ્યાપી લડતના ભાગરુપે શ્રમયોગીઓ દ્વારા લડતના મંડાણ શરુ કરાયા છે. બેરોજગારી, નોકરીમાંથી છુટા કરવા, દર કલાક કામનો કાયદો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે શ્રમયોગી અને આમ જનતા સંઘર્ષના માર્ગે આવી ગયા છે. આ તકે સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના વડોદરાના રાજેશ આયરેની આગેવાનીમાં કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું
લોકડાઉન ઉઠાવ્યા બાદ ઘણી કંપનીઓએ સરકારના પરિપત્રને ધ્યાનમાં લીધા વગર નોકરીમાંથી હજારો કામદારોને છુટા કર્યા છે અને હોટલ ઉદ્યોગ, સિનેમા ઉદ્યોગના કામદારો ધંધા ચાલુ ન હોઇ બેકારીના ખપ્પરમાં સપડાયેલ છે. સતત પેટ્રોલ - ડીઝલના ભાવમાં રોજ વધારો થઇ રહેલો છે જે કામદારો, મધ્યમ વર્ગીય નાગરીકોને અસહ્ય ભાવ વધારો ટુંકી આવકને ધ્યાનમાં લેતા પોસાય નહીં તેના માટે સરકારે કરેલા ભાવ વધારો પાછો ખેચવા અંગેની માંગણી કરાઇ હતી.