ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં કુખ્યાત બુટલેગરને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો - Vadodara news

વડોદરા શહેર અને જિલ્લા પોલીસને નાકે દમ લાવી દેનારો કુખ્યાત બૂટલેગર અને લાલ ડાયરી ફેમ વિક્રમ ચાવડાને અંતે જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડયો છે.

vadodara
vadodara

By

Published : Nov 23, 2020, 1:35 PM IST

  • પોલીસને ચકમો આપી ફરાર થયેલા બુટલેગરને જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો
  • વિદેશી દારૂનો ધંધો કરતા વિક્રમ ચાવડાના નામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયા
  • દારૂના ધંધામાં જમીનો અને મકાનો ખરીદ્યા હોવાની ચર્ચા


વડોદરાઃ શહેર અને જિલ્લા પોલીસને નાકે દમ લાવી દેનારો કુખ્યાત બૂટલેગર અને લાલ ડાયરી ફેમ વિક્રમ ચાવડાને અંતે જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડયો છે.

જિલ્લાના અંતરિયાળ ગામમાં રહી શહેર અને જિલ્લામાં વિદેશી દારૂનો ધંધો કરતો વિક્રમ ચાવડાના નામે શહેર જિલ્લામાં અનેક ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂકયા છે. દારૂના ધંધાની કમાણીથી તેણે જમીનો અને મકાનો મોટી માત્રામાં ખરીદ્યા હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડ

શહેર પોલીસની આબરુના લીરેલીરા ઉડાવનારો લાલ ડાયરી પ્રકરણમાં વૈકુંઠ સોસાયટી ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડામાં ઉચ્ચ પોલીસ અધિકારીથી માંડી હવાલદાર સુધી દારૂના ધંધામાં છૂટ બદલ અપાતા હપ્તાની રજેરજની માહિતી આવી હતી. જોકે એ પહેલાંથી જ વિક્રમ ચાવડા લાંબા સમય સુધી દારૂના ધંધામાં એક હથ્થુ રાજ ચલાવતો હતો. જેના કારણે વૈકુંઠ સોસાયટી અને આસપાસના વિસ્તારો તેમજ ડભોઈ તાલુકાન ભિલોડિયા ગામે મોટી જમીનો અને મકાનો પરિવારના નામે ખરીદ્યા હતા.

બુટલેગરને જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો

તાજેતરમાં રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ હાથ ધરી હતી. જે અંતર્ગત જિલ્લા એલસીબી પીઆઈ ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળની ટીમે વિક્રમ ચાવડાને એના વૈકુંઠ -1 માં આવેલા ગજાનંદ ફલેટના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો. દારૂના ધંધાની મોટી કમાણીથી વિક્રમ ચાવડાએ ભિલોડિયા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં ખરીદેલી બેનામી મિલકતોની પૂરતી તપાસ થાય તો સનસનાટીપૂર્ણ માહિતી બહાર આવી શકે એમ છે.

ABOUT THE AUTHOR

...view details