કરજણ: વડોદરા જિલ્લાના (Vadodara district) કરજણના સીમડી ગામ સહિત 10 જેટલા ગામોમાં ખેતીની વીજળી માટે ખેડૂતોને પડતી મુશ્કેલીઓથી ભારે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કિસાન સૂર્યદેવ યોજના (Kisan Suryodaya Yojana) હેઠળ ખેડૂતોને (farmer) દિવસે વીજળી આપવાની જોગવાઈ છે, પ્રવર્તમાન સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇના પાણી માટે તકલીફ ન પડે તે માટે 'કિસાન સૂર્યોદય' યોજના (Kisan Suryodaya scheme) અમલમાં મૂકી હતી. પરંતુ કરજણ નજીકના સીમડી સહિતના 10 ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી. માટે તેઓને પારાવાર મુશ્કેલીઓ (Mercury difficulties) વેઠવી પડે છે.
હિંસક વન્ય પ્રાણીઓને લઈ ખેડૂતોમાં ભય:આ વિસ્તાર નર્મદા કાંઠા વિસ્તાર અને ભૂખી કોતરનો વિસ્તાર છે જ્યાં રાત્રિના સમયે વન્ય પ્રાણીઓનો ભય રહેતો હોય છે. આ વિસ્તારમાં સંધ્યાકાળ પછી દીપડા જેવા વન્ય પ્રાણીઓનો ભય જોવા મળે છે.ખેડૂતોને પોતાનો જીવના જોખમ ખેતરમાં સિંચાઇના પાણી માટે રાત્રિના સમયે જવું પડતું પડે છે. જેનાં કારણે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.
રાત્રિના સમયે ખેતી માટે વીજ પ્રવાહ:કરજણ તાલુકાના આશરે 10 જેટલા ગામોને છેલ્લા એક અઠવાડિયાથી ખેતી માટે રાત્રિના સમયે વીજળી આપવામાં આવે છે. રાત્રિના સમયે પોતાના ઘરેથી ખેતરમાં જવા માટે દીપડાઓનો ભય રહેતો હોય છે. જથી પોતાના જીવના જોખમે ખેતરમાં પાણી લેવા માટે જવું પડે છે. કરજણ તાલુકાના અન્ય ગામડાઓમાં સરકાર દ્વારા ખેતીમાં દિવસે વીજ પુરવઠો અપાયા છે. જ્યારે આ તાલુકાના સીમડી સબ સ્ટેશનમાં આવતાં 10 જેટલા ગામોને એક અઠવાડિયાથી રાત્રિના સમયે વીજ પુરવઠો આપવામાં આવે છે. જેથી ખેડૂતોમાં ડરનો માહોલ સર્જાયો રહ્યો છે. જેથી આ વિસ્તારનાં ખેડૂતોની માગ છે કે સબ સ્ટેશનમાં આવતાં ગામોમાં રાત્રિના સમયની જગ્યાએ દિવસે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે.
શું છે કિસાન સૂર્યોદય યોજના: ગુજરાત સરકારે ખેડૂતો સારી રીતે પાકનું વાવેતર કરી શકે તે માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. ગુજરાતના ખેડૂતોને દિવસના સમયે પણ પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે એ માટે રાજ્યના 31 જિલ્લાના વધુ 4020 ગામોનો કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryodaya Yojana)માં સમાવેશ કરવામાં આવ્યો છે. યોજનાના પ્રથમ તબક્કામાં જિલ્લાના 104 ગામના કુલ 45 ખેતીવાડી ફીડરોના 12114 ખેડૂતોનું ખેતી વિષયક વીજ જોડાણો પૂરા પાડીને દિવસ દરમિયાન પણ અવિરત વીજપુરવઠો પૂરો પાડવામાં આવશે.