વડોદરા: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગરીબ કલ્યાણ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ જન કલ્યાણ યોજનાઓ વિશે જન સંવાદ યોજાયો હતો. આ જનસંવાદમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કાર્યક્રમમાં( Pradhan Mantri Kisan Samman Nidhi Yojana)કેન્દ્રીય વિદેશ પ્રધાન ડૉ.એસ જયશંકર વડોદરા શહેરના( Vadodara Poor Welfare Convention)અકોટા સર સયાજીનગર ગૃહ ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ શિમલાથી વર્ચ્યુઅલ સંબોધન કરી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ પણ વાંચોઃકેન્દ્રીય વિદેશપ્રધાન ડો.એસ.જયશંકર બે દિવસ માટે વડોદરાના મહેમાન બન્યા
કોઈ પણ સંકટને પહોંચી વળવા દેશ સક્ષમ -વડોદરા શહેર બે દિવસીય પ્રવાસ દરમિયાન આજે વડાપ્રધાનની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધા સંવાદ કાર્યક્રમમાં ડો એસ જયશંકર દ્વારા વિવિધ યોજનાઓની માહિતી સાથે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. સરકારના 8 વર્ષ પુરા થયા છે. સમય બદલાઈ ગયો છે. દેશ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે. કોઈ પણ સંકટને પહોંચી વળવા દેશ સક્ષમ છે. દેશ અને ગુજરાતની પ્રગતિની દુનિયા જાણકાર છે. વિદેશમાં લોકો દેશને માન સન્માન આપે છે. વડાપ્રધાન વિવિધ સંકલ્પોથી ઘણું બદલાઈ ગયું છે.
આ પણ વાંચોઃવિદેશ પ્રધાન જયશંકરે કહ્યું -'ચીનમાંથી વિદ્યાર્થીઓને લાવવા વિમાનની વ્યવસ્થા કરવામાં આવશે
કોની કોની ઉપસ્થિતિ -આ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદેશપ્રધાન ડો.એસ જયશંકર, શિક્ષણપ્રધાન જીતુ વઘાણી,સાંસદ રંજન ભટ્ટ , ધારાસભ્ય, વડોદરા શહેર મેયર કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર, સ્થાઈ સમિતિ અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારો સહિત લાભાર્થીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.