વડોદરા કોર્પોરેશન અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે શહેરના તળાવોના પાણી સ્વચ્છ અને દુર્ગંધ રહીત રહે તે માટે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન સાથે MOU સાઈન કર્યા છે. જેમાં 6 માસ માટે ગોત્રી તળાવનું પાણી સ્વચ્છ રહે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આઇ.ઓ.સી.એલના અધિકારીઓ તેમજ વડોદરા મહાનગરપાલિકામાં કમિશ્નર અને વહીવટી વડા મેયરની ઉપસ્થિતિમાં MOU સાઈન કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના તળાવનેે સ્વચ્છ રાખવા MOU સાઈન કર્યા - municipal
વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે શહેરના તળાવોની સ્વચ્છતા રાખવા માટેના MOU સાઈન કર્યા છે. જેને લઈને આ MOU બાદ ગોત્રી તળાવની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.
વડોદરા શહેરમા વિવિધ વિસ્તારોમાં 4 5જેટલા નાના મોટા તળાવો આવેલા છે. મહાનગરપાલિકા દ્વારા તળાવોના બ્યુટિફેશન સાથે તળાવોનું પાણી શુદ્ધ અને દુર્ગંધ રહિત રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેને લઇને મહાનગરપાલિકા ગોત્રી તળાવની બ્યુટીફીકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તળાવનું પાણી સ્વચ્છ રાખવા માટે રૂપિયા 1.83 કરોડના ખર્ચે કામગીરી કરશે.
કોર્પોરેશન અને આઇ.ઓ.સી.એલ. વચ્ચે આજે પ્રોજેક્ટ માટે MOU કરવામાં આવ્યા હતાં. જેમાં ગોત્રી તળાવને સ્વચ્છ અને તળાવનું પાણી દુર્ગંધ રહિત કરવા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સી.એસ.આર ફંડની મદદથી 60 લાખ આપવામાં આવશે. જે પ્રોજેક્ટની કામગીરી ગુજરાત ઇકો માઇક્રોબિઆલ ટેકનોલોજી પ્રા.લિ. દ્વારા કરવામાં આવશે. વડોદરા શહેરમાં આવેલ ગોત્રી તળાવનું પાણી બારેમાસ સ્વચ્છ અને દુર્ગંધ રહિત રહે તે માટે કેમિકલ રહિત એરાટોન એન્ડ બાયો રેમીડેશન ટ્રીટમેન્ટ હાથ ધરવામાં આવશે. આ ટ્રીટમેન્ટ દ્વારા તળાવમાં ગાંડીવેલનો નાશ થશે અને પાણી શુધ્ધ થશે. આ ટ્રીટમેન્ટથી જળચર પ્રાણીઓને પણ કોઇ પણ જાતનું નુકશાન થશે નહિં. આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ અન્ય તળાવોમાં આ રીતે ટ્રીટમેન્ટ કરવાનું વિચાર કરવામાં આવશે.