વડોદરા શહેરમાં આશરે 10 હજારથી વધુ ગાયો અને ઢોર રસ્તા પર રખડે છે. જેના કારણે રસ્તા પર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. હેલ્મેટ નહીં પહેરવા કરતા વધુ અકસ્માતો રખડતા ઢોરના કારણે થાય છે. બુધવારે શહેરના આજવા રોડ પર પાલિકાની ઢોર પકડતી ટીમ દ્વારા રખડતા જાનવર પકડવાની કામગીરી કરવામાં આવી હતી.
ઢોર પકડવા ગયેલી વડોદરા પાલિકાની ટીમ પર હુમલો - ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો
વડોદરા: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. જાનવર પકડતી પાલિકાની ટીમ ઉપર આજવા ખાતે પશુપાલકો એ હુમલો કર્યો હતો. હુમલાખોરો વિરુદ્વ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઢોર પકડવા ગયેલી વડોદરા પાલિકાની ટીમ પર હુમલો
આ કામગીરી દરમિયાન ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે ઢોરને ડબ્બામાં પુરવા જતી ઢોર પાર્ટીના કાફલા પર દસ થી વધુ શખ્સોએ ડાંગ વડે હુમલો કરતા નાસભાગ થઈ હતી. બંધુકધારી SRPનો સ્ટાફ ઘટના સ્થળે હાજર હોવા છતાંય ઢોરના માલિકોએ હુમલો કરવાની હિંમત કરતા પાલિકાના કર્મચારીઓ પણ ફફડી ઉઠ્યા હતા. દંડા લઈને મારવા દોડેલા હુમલાખોરોથી બચવાના પ્રયાસો પાલિકાના કર્મચારીઓએ કરી પોતાનો જીવ બચાવ્યો હતો. તેમણે આ અંગે હુમલો કરનાર પશુપાલકો વિરુદ્વ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.