ગુજરાત

gujarat

ETV Bharat / state

student corona positive :વડોદરામાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ - Vadodara Health Department

તાજેતરમાં વડોદરા શહેરની નવરચના હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ 8નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ (student corona positive)આવ્યો હોવાનો ખુલાસો થયા બાદ બાદ વધુ એક સ્કૂલનો વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત(Student Corona positive in Vadodara ) થયો છે.

student corona positive :વડોદરામાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
student corona positive :વડોદરામાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

By

Published : Dec 20, 2021, 3:14 PM IST

વડોદરાઃ શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Student Corona positive in Vadodara )આવ્યા હોવાનો વધુ એક ખુલાસો થયો છે. ધોરણ 6ના વિદ્યાર્થીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઈને આ વર્ગનું ઓફલાઇન શિક્ષણ 20 ડિસેમ્બરથી 24મી ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવ્યું છે. અને ઓફલાઇન શિક્ષણ ચાલુરાખવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે એક જ ક્લાસને ઓનલાઇન કરવામાં આવ્યો છે. જ્યારે બીજા ક્લાસ ઓફલાઇનમાં ચાલુ જ રાખવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓમિક્રોન પોઝિટિવ દર્દીના સંપર્કમાં

આ વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ આવેલા દંપતીના ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આ અંગે સત્તાવાર સમર્થન મળ્યું નથી. આ વિદ્યાર્થી 10મી તારીખ બાદ સ્કૂલે આવ્યો ન હતો.આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરતા તંત્ર દોડતું થયું છે. તો આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. અનેવિદ્યાર્થીનો ઓમીક્રોનના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે.

આ પણ વાંચોઃOmicron Cases Gujarat: અમદાવાદ શહેરમાં ઓમિક્રોના 3 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ આંકડો 13 પર પહોંચ્યો

આ પણ વાંચોઃSuspended MP Of Rajya Sabha : રાજ્યસભાના સાંસદોના સસ્પેન્શનને લઈને કેન્દ્રએ પક્ષોની બેઠક બોલાવી

ABOUT THE AUTHOR

...view details