ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના દર્દીઓ માટે વિદ્યાર્થીએ બનાવ્યું હેકઝાકોપ્ટર ડ્રોન

કોરોનામાં ઈમરજન્સીમાં દર્દીના ઘરે રુબરુ ગયાં વગર દવા કે, અન્ય જરુરી વસ્તુ પહોંચાડી શકાય તેવું તેવું 90 કિ.મીની ઝડપે ઊડતું ટ્રાન્સપોર્ટર ડ્રોન જેનું નામ હેકઝાકોપ્ટર મેડ ટ્રાન્સપોર્ટર ડ્રોન શહેરના વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવ્યુ છે.

કોરોના દર્દીના માટે વિદ્યાર્થીએ બનાવ્યું હેક્ઝાકોપટર ડ્રોન
કોરોના દર્દીના માટે વિદ્યાર્થીએ બનાવ્યું હેક્ઝાકોપટર ડ્રોન

By

Published : Dec 23, 2020, 9:56 AM IST

Updated : Dec 23, 2020, 11:10 AM IST

  • વિદ્યાર્થીએ બનાવ્યું હેકઝાકોપ્ટર મેડ ટ્રાન્સપોર્ટર ડ્રોન
  • જરૂરી વસ્તુ પહોંચાડી શકાય તેવું 90 કિ.મી.ની ઝડપે ઉડે છે ડ્રોન
  • ડ્રોન ટેક ઓફ થયું હોય ત્યાં જ થાય છે ફરી લેન્ડ

વડોદરા : કોરોનામાં ઈમરજન્સીમાં દર્દીના ઘરે રુબરુ ગયાં વગર દવા કે, અન્ય જરુરી વસ્તુ પહોંચાડી શકાય તેવું તેવું 90 કિ.મીની ઝડપે ઊડતું ટ્રાન્સપોર્ટર ડ્રોન જેનું નામ હેકઝાકોપ્ટર મેડ ટ્રાન્સપોર્ટર ડ્રોન શહેરના વિધાથી દ્વારા બનાવવામાં આવ્યુ છે.

કોરોના દર્દીના માટે વિદ્યાર્થીએ બનાવ્યું હેક્ઝાકોપટર ડ્રોન

પ્રેમ બારોટે બનાવ્યાં 35 જેટલાં વિવિધ ડ્રોન

શહેરના સમા વિસ્તારમાં રહેતાં 13 વર્ષીય પ્રેમ બારોટે વિવિધ પ્રકારના ડ્રોન કેમેરા બનાવ્યાં છે. જેમાં તેણે એબ્યુલન્સ ડ્રોન, એગ્રીકલ્ચર ડ્રોન, ફાયર ફાઈટીંગ ડ્રોન તેમજ સિડબોમ્બ ડિસ્પેન્સિંગ સહિતના 35 જેટલાં ડ્રોન બનાવ્યાં છે. તાજેતરમાં જ તેણે કોરોનામાં ઈમરજન્સીમાં દર્દીના ઘરે રુબરુ ગયાં વગર દવા કે, અન્ય જરૂરી વસ્તુ પહોંચાડી શકાય તેવું 90 કિ.મી.ની ઝડપે ઉડતું હેકઝાકોપ્ટર મેડ ટ્રાન્સપોર્ટર બનાવ્યું છે.

કોરોના દર્દીના માટે વિદ્યાર્થીએ બનાવ્યું હેકઝાકોપ્ટર ડ્રોન

હેક્ઝાકોપ્ટર મેડ ટ્રાન્સપોર્ટર ગૂગલ મેપ જેવી સિમિલિર એપ સાથે કનેક્ટ

હેક્ઝાકોપ્ટર મેડ ટ્રાન્સપોર્ટર ગૂગલ મેપ જેવી સિમિલિર એપ સાથે કનેક્ટ કરવામા આવી છે. જેનાંથી કોઈપણ વિસ્તાર સર્ચ કરી ત્યાં દવા પહોંચાડી શકાય છે. આ સાથે તેમાં જીપીએસ લોકેશન તેમજ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ જેવાં આધુનિક ફીચર્સ અને ટેકનોલોજી સમાવવામાં આવી છે. જેનાંથી જે તે એડ્રેસ પર ડ્રોન ઘરની બહાર લેન્ડ થઈ જશે અને ડ્રોનમાં લગાવવામાં આવેલું મેડિકલ બોક્સ જે ઓટોમેટિક ખૂલી જશે અને બોક્સમાં મુકેલ મેડિસીન ડ્રોપ થઈ જશે. તેમજ જે જગ્યાએથી ડ્રોન ટેક ઓફ થયું હોય ત્યાં જ ફરી પાછું લેન્ડ થઈ જશે.

કોરોના દર્દીના માટે વિદ્યાર્થીએ બનાવ્યું હેકઝાકોપ્ટર ડ્રોન

ડ્રોન બનતા 15 દિવસ લાગે અને ખર્ચ 8 હજારથી 25 હજાર સુધી

સામાન્ય રીતે જ્યારે એડવાન્સ ટેકનોલોજીનું ડ્રોન બનાવતા 15 દિવસ જેટલો સમય લાગે છે. સિમ્પલ ડ્રોન બનાવવાનો ખર્ચ 8 હજાર જેટલો થતો હોય છે. જયારે આધુનિક ફીચર્સ વાળું ડ્રોન બનાવવામાં 20 હજાર સુધીનો ખર્ચ થાય છે. અત્યાર સુધી પ્રેમે ટ્રાન્સપોર્ટેશન ડ્રોન , ફલાવર ડ્રોપિંગ ડ્રોન , વીડિયો શૂટિંગ ડ્રોન સહિત નાના - મોટાં 35 જેટલાં ડ્રોન બનાવ્યાં છે. જેની સ્પીડ 40 કિ.મીથી લઈને 130 કિ.મી સુધીની છે.

પ્રેમને રોબોટિક્સ સાયન્ટિસ્ટ બનવાના સપના

પ્રેમ બારોટ જ્યારે ધો.4 અભ્યાસ કરતો હતો. ત્યારથી ઈનોવેટિવ ચીજ - વસ્તુઓ બનાવવાનો શોખ જાગ્યો હતો. તે સમયે પ્રેમ કાર અને રોબોટ બનાવતો હતો. પછીથી ડ્રોન કેમેરા બનાવવાનું શરુ કર્યું હતું. સામાન્ય રીતે ડ્રોનનો ઉપયોગ વીડિયો શૂટિંગ માટે થાય છે. પણ લોકડાઉન દરમ્યાન કોરોનાની મહામારીમાં ડ્રોન ઘણાં જ ઉપયોગી છે. તેવો વિચાર આવતા પ્રેમે હેક્ઝાકોપ્ટર મેડ ટ્રાન્સપોર્ટર ડ્રોન બનાવ્યુ હતુ અને ભવિષ્યમાં પ્રેમ રોબોટિક્સ સાયન્ટિસ્ટ બનવાના સપના સેવી રહ્યો છે.

Last Updated : Dec 23, 2020, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details