વડોદરામાં શ્વાનોના ટોળાએ વૃદ્ધાને ધરીને કર્યા લોહીલુહાણ વડોદરા : રખડતા ઢોર અને શ્વાનોથી નાગરિકોની હાલાકીની સમસ્યાનો કોઈ અંત નથી. તાજેતરમાં નિઝામપુરા વિસ્તારમાં વૃદ્ધા પર અનેક રખડતા શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેથી વૃદ્ધા લોહીલુહાણ થઇ ગઇ હતી. વૃદ્ધાની હાલત જોઇને કોઇ અંદાજો લગાવે કે તેણીની પર કોઈએ ભેગા મળીના હથિયાર વડે હુમલો કર્યો છે, પરંતુ હકીકત એવી હતી કે વૃદ્ધા પર રખડતા શ્વાનો ફરી વળતા તેણીની આ સ્થિતિમાં પહોંચ્યા હતા. હાલ વૃદ્ધાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
રખડતા અબોલ જીવનો ત્રાસ વડોદરામાં રખડતા પશુ અને શ્વાનોથી સમસ્યાનું સ્માર્ટ સિટીની સત્તાધીશો કોઈ નિરાકરણ લાવી શક્યા નથી. છાશવારે રખડતા પશુ અથવા શ્વાનોને કારણે લોકોએ મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હોય છે. તાજેતરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. વૃદ્ધાનું નામ અલકાબેન ભટ્ટ (ઉં.વ. 67) છે. નટરાજ સોસાયટીના નાકે તેમના પર શ્વાનો ફરી વળ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ વૃદ્ધાને કેટેગરી 3 બાઈટ થયા છે.
આ પણ વાંચોશ્વાનના હુમલાની પોલિસી લાગુ થયા બાદ પ્રથમ વખત દંડ ફટકારવામાં આવ્યો
8થી 10 શ્વાનો ફરી વળ્યા આ મામલે સ્થાનિકોએે જણાવ્યું કે, બહુ જ તકલીફ છે. નાના છોકરાઓથી લઇને મોટાઓમાં ચિંતા છે. શ્વાનો એટેક કરે તો આપણે હેલ્પલેસ થઇ જઇએ છીએ. ગત રાત્રે વૃદ્ધાની બહુ ચીસો સંભળાય હતી. કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડ દ્વારા સમસ્યાને ઉજાગર કરવામાં આવી છે. જહા ભરવાડ સાથે વાત કરતા જણાવ્યું કે, મહિલા સ્વામીનારાયણનો અમદાવાદમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં ગયા હતા. તે પતાવીને પરત ફરતા તેઓ ડિલક્ષ ચાર રસ્તાથી અમર પાર્કમાં જઈ રહ્યા હતા. ત્યારે ફર્ટીલાઇઝર પાર્કથી લઇને નટરાજ સોસાયટીની વચ્ચે ગાર્ડન પાસે રાત્રે મહિલાને 8થી10 શ્વાનો ફરી વળ્યા હતા. એટલા બધા મહિલાને ઈજાગ્રસ્ત કર્યા તે તેમને 108 મારફતે હોસ્પિટલ લઇ જવાયા, ત્યાં હાલત એટલી ગંભીર હતી તેમને ખાનગી હોસ્પિટલમાં લઇ દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોજોગુલાંબા ગડવાલા જિલ્લાના ગટ્ટુ ખાતે ઉત્સાહભેર શ્વાન દોડવાની સ્પર્ધાઓ યોજાઈ
તલવારના ઘા માર્યા હોય તેવી ઇજાઓ ઉલ્લેખનીય છે કે, વધુમાં જણાવ્યું હતું કે, જાણે કોઈએ તલવારના ઘા માર્યા હોય તેવી ઇજાઓ પહોંચી છે. વડોદરામાં કરોડોના ખર્ચો કોર્પોરેશન કરે છે. છતાં શ્વાનોનાત્રાસ યથાવત હોય તો પાલિકાના પૈસા વાપરે છે ક્યાં. કોર્પોરેશનનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. આ પરિસ્થિતિ ગંભીર છે. પાલિકાએ ડોગ હોસ્ટેલ બનાવવી જોઇએ. હું જ્યારથી કોર્પોરેટર બન્યો ત્યારથી મેં આ સમસ્યાની રજૂઆત કરી છે.