વડોદરા:સોખડાના હરિધામમાં (Sokhada Haridham) સેવા આપતા અનુજ ચૌહાણને 6 તારીખના 4 સંતો દ્વારા મંદિરમાં ઢોર માર (Sokhada Haridham beating incident) માર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો. ગત તારીખ 6 ની ઘટના પછી અનુજ ચૌહાણ અને તેનો પરિવાર હાલ અજ્ઞાત સ્થળે જતો રહ્યો છે અને ત્યાં થી સોશયલ મીડિયા મારફતે તેના પર સાધુ સંતોનું દબાણ હોવાનું(Sokhada Haridham) જણાવી રહ્યો છે. જેને લઈને સોખડા મંદિર સંત પૂજ્ય શ્રી ત્યાગવલ્લભ સ્વામી સામે આવ્યા(Sokhada Haridham beating incident ) છે અને અનુજને સાથે બેસી ચર્ચા કરવાની વાત કરી હતી.
અનુજ સાથે બનેલી ઘટના અંગેની સ્થિતિ અંગે ચર્ચા કરી
સોખડા મંદિરમાં એકાઉન્ટ વિભાગમાં અનુજ ચૌહાણ કામ કરતો હતો છેલ્લા 5 વર્ષથી યુવક મંદિરમાં સેવા આપે છે અને મંદિરમાં વિડીઓ શુટિંગ ઉતરવાના મામલે સંતો દ્વારા માર માર્યો હોવાના આક્ષેપો થયા હતા અને તેનો વિડિઓ પણ વાઇરલ (Sokhada Haridham beating incident ) થયો હતો. આ અંગે પૂજ્ય સંતે સોખડા મંદિરમાં અનુજ સાથે બનેલી ઘટના અંગેની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.