વડોદરાકરજણ નગર પાલિકાનો વહિવટનોનમૂનો સમગ્ર રાજ્યમાં કાયમ માટે ચર્ચામાં રહ્યો છે. કયારેક આ પોલંપોલ વહિવટ નાગરિકો માટે જોખમી બનતો હોય છે. જેમાં આજે કરજણ નવા બજાર વિસ્તારમાં કરજણના ચીફ ઓફિસરની ગાડી (Karajan Municipal Chief Officer car) મસમોટાભૂવામાં ખાબકી હતી. આ માર્ગ ઉપરથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગરપાલિકાનાં કર્મચારીઓ પણ અવરજવર કરતાં હોય છે. પણ તેમણે કોઈએ આ જોખમી ખાડા બાબતે ત્વરિત કામગીરી થાય તે માટે કોઈ રસ દાખવ્યો ન હતો. આજે આ વરવા પરિણામરૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ચીફ ઓફિસરની ગાડી ભુવામાંદ્વારા આડેધડ ખોદાયેલા ખાડાઓ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. જો વહીવટી તંત્ર નાગરિકોની સુવિધા માટે પૂરતું ધ્યાન નહીં આપે તો આવી ઘટનાઓના કારણે કોઈ નાગરિકનો જીવ જોખમમાં મુકાય તો નવાઈ નહીં. જેથી આ ગંભીર બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ પૂરતું ધ્યાન આપવું જોઈએ. તેવી પ્રચંડ લોકોમાંગ ઉભી થવા પામી છે. આજે અઘિકારીની જ ગાડી ખાબકી તો આમ જનતાની તો વાત જ ન થાય.