- વડોદરા શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ મહિનાથી બંધ
- જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસની માંગણી
- પોલીસે કાર્યકરોની કરી ધરપકડ
વડોદરામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ મહિનાથી બંધ - Vadodara Shramik Annapurna Scheme
શ્રમજીવી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવવામાં આવતી શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ મહિનાથી બંધ છે. જે અંગે વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકર ચિરાગ કડિયાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસની માંગણી પોલીસ કમિશનર સમક્ષ કરી હતી. પરંતુ પોલીસે મંજૂરી આપવાને બદલે તેમની અટકાયત કરી દીધી હતી.
વડોદરા : શ્રમજીવી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવવામાં આવતી શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ મહિનાથી બંધ છે. જે અંગે વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકર ચિરાગ કડિયાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસની માંગણી પોલીસ કમિશનર સમક્ષ કરી હતી, પરંતુ પોલીસે મંજૂરી આપવાને બદલે તેમની અટકાયત કરી દીધી હતી.
ગુજરાતના મુખ્યપ્રધાને 2017 શ્રમિકોને ભોજનની શરૂઆત કરી
આ કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ અમીને જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 2017માં જ્યારે શ્રમજીવીઓ ને રૂ.10માં ભોજન આપવાની યોજના શરૂ કરી હતી. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રમિકોને રૂ.10માં ભોજન પીરસીને શ્રમજીવી કલ્યાણ બોર્ડના લાખો રૂપિયાના ખર્ચાના મોટી મોટી જાહેરાતોના હોર્ડિંગ બોર્ડ મારેલા અને જણાવેલું કે, ગરીબોની કાળજી માત્ર ભાજપા સરકાર લે છે. શ્રમજીવીઓને રૂ.10માં ભોજન આપવાનું કામ અન્ય કોઈ સરકારે કર્યું નથી.