શંકરસિંહ વાઘેલાએ શહીદ આરીફ પઠાણના પરિવારની મુલાકાત લીધી - શ્રદ્ધાંજલિ
વડોદરાઃ જમ્મુ કાશ્મીરની સરહદ પર દુશ્મનો સામે લડતા-લડતા વડોદરાનો વીર જવાન આરીફ પઠાણ શહીદ થયો છે. આરીફની દફનવિધિમાં સમગ્ર શહેરમાંથી લાખો લોકો ઊમટ્યા હતા અને 'શહીદ તુમ અમર રહો'ના નારા લાગ્યા હતા. વીર જવાન આરીફના ઘરે શંકરસિંહ વાઘેલા પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
shankar sinh vaghela
શુક્રવારે વીર જવાન આરીફના ઘરે શંકરસિંહ વાઘેલા પણ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે વાઘેલાએ શહીદના પરિવારજનોને સાંત્વના આપી હતી. તદ્ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ શહીદના ઘરે જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.