વડોદરા એમ.એસ.યુનિવર્સીટીમાં પ્રથમવાર પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી અને ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસના સંયુક્ત ઉપક્રમે ડ્રામા વિભાગમાં પાંચ દિવસીય ભરતમૂનિના નાટયશાસ્ત્ર આધારિત 'નાટ્ય થેરાપી'નું આયોજન કરાયું હતુ. ભરતમૂનિના નાટયશાસ્ત્ર યુવાનો રસપૂર્વક જાણકારી મેળવી તેમજ રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
MSUમાં પ્રથમવાર નાટ્ય આધારિત સેમીનારનું આયોજન
વડોદરા: શહેરની MSUમાં પાંચ દિવસીય નાટ્ય થેરાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી અને ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ફાઇલ ફોટો
આ પાંચ દિવસીય સેમિનારમાં વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન, અનિંદ્રા, કોઈપણ પ્રકારનું બંધાણ વગેરેનો સર્વે કરવામાં આવશે. તે મુજબ તેમને નાટયશાસ્ત્ર આધારિત થેરાપી વિશે વાર્તાલાપ કરાશે. ભરતમૂનિના નાટયશાસ્ત્ર યુવાનો રસપૂર્વક જાણે તેમજ રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ પ્રકારના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.