ગુજરાત

gujarat

ETV Bharat / state

કરજણ પેટા ચૂંટણી: મતદાન યંત્રો અને પોલીંગ અધિકારીઓની ટીમ માટે સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાયું - Verification of candidate nomination form

કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના સમય પત્રક પ્રમાણે ઉમેદવારી પત્રો સ્વીકારવા, તેની ચકાસણી કરવી અને ઉમેદવારોની અંતિમ યાદી બનાવવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. હાલમાં કરજણ બેઠ માટે પેટા ચૂંટણીને લઈને મતદાનની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

કરજણ પેટા ચૂંટણી
કરજણ પેટા ચૂંટણી

By

Published : Oct 21, 2020, 7:10 PM IST

  • ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની પેટા ચૂંટણી
  • મતદાન યંત્રો અને મતદાન ટુકડીઓ માટે સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાયું
  • અધિકારીઓએ આપ્યું માર્ગદર્શન

કરજણ/વડોદરા: ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. જેના ભાગરૂપે આજે બુધવારે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલના નિરીક્ષણ હેઠળ મતદાન મથકે ઉપયોગમાં લેવાતા મતદાન યંત્રો અને વીવીપેટની ચકાસણી માટે અધિકારીઓ અને કર્મચારીઓની ટીમના માર્ગદર્શન હેઠળ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત મહાનિરીક્ષક જટાશંકર ચૌધરી અને ખર્ચ નિરીક્ષક અભય કુમાર આ પ્રક્રિયા દરમિયાન હાજર રહ્યા હતા. કરજણ બેઠકની પેટા ચૂંટણી માટે 311 મતદાન મથકો રાખવામાં આવ્યાં છે, તેવી જાણકારી બેઠકના ચૂંટણી અને પ્રાંત અધિકારી કે. આર. પટેલે આપી હતી.

ABOUT THE AUTHOR

...view details