વડોદરાઃ શહેરમાં આર.આર.સેલની ટીમને બાતમી મળી હતી કે, ભરૂચના ગોલ્ડનબ્રીજ આસપાસથી ગાંજાના મોટા જથ્થાની હેરાફેરી થવાની છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીના આધારે રિક્ષા મળતા તેને અટકાવી તપાસ હાથ ધરતા તેમાથી રૂપિયા 1.20 લાખની કિમતનો 12 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક અને જંબુસર ચોકડી નજીક રહેતા સલાઉદ્દીન પટેલની ધરપકડ કરી હતી.
વડોદરામાં 12 કિલો ગાંજા જથ્થા સાથે 1ની ધરપકડ - પોલીસ
વડોદરામાં આર.આર.સેલ.ની ટીમે ભરૂચના ગોલ્ડનબ્રીજ નજીકથી રૂપિયા 1.20 લાખની કિમતના 12 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.
વડોદરામાં આર.આર.સેલ.ની ટીમે 1.20 લાખની કિમતના 12 કિલો ગાંજાના જથ્થા સાથે 1ની ધરપકડ
ધરપકડ બાદ પુછતાછ હાથ ધરતા તે આ જથ્થો સુરતના અમરોલી ખાતે રહેતા નટુ નામના ઇસમ પાસેથી લઇ આવ્યો હતો અને ભરૂચના ઘી કુડિયા વિસ્તારમાં રહેતી મીના ભગતને આપવાનો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે રિક્ષા સહિત રૂપિયા 1.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સી ડીવીઝન પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાયવાહી હાથ ધરી છે.