વડોદરાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની (Bullet Train Project)કામગીરી ઝડપથી ચાલી રહી છે. ત્યારે વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરી માટે ત્રણ મહિના સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે રોડ (Road Closed in Vadodara)બંધ કરવામાં આવ્યો છે.
વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વાહનોની અવરજવર માટે બંધ રખાશે
મુંબઇ - અમદાવાદ હાઇસ્પીડ રેલ (Mumbai Ahmedabad Bullet Train Project)કોરિડોરની કામગીરી હાલ વડોદરામાં પૂરજોશમાં ચાલી રહી છે. હાઇસ્પીડ રેલવેની કામગીરી સંદર્ભે કોર્પોરેશનની લાઈનો ખસેડવામાં માટે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એસટી ડેપો( Vadodara ST Stand)રોડ 20 ફેબ્રુઆરીથી ત્રણ મહિના સુધી કોર્પોરેશનની સર્વિસ લાઈનોની કામગીરી સંદર્ભે તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ (Road Closed in Vadodara)રખાશે તેવી સૂચના જારી કરી છે.
આ પણ વાંચોઃBullet Train Project: બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડી ગતિ, કેન્દ્રીય રેલ્વે પ્રધાને પ્રોજેક્ટની સમીક્ષા કરી
વૈકિલ્પક માર્ગ તરીકે ઉપયોગ કરવા જાહેરનામું
24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા એસટી ડેપો રોડ પર યુનિવર્સિટી સર્કલથી જનમહેલ સુધી કોર્પોરેશનની ડ્રેનેજ લાઇન, પાણી લાઇન અને વરસાદી ગટર લાઇન ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે. આ રોડ પરની સર્વિસ લાઇન હાઇસ્પીડ રેલવેના પિલર અને સ્ટ્રક્ચરમાં નડતરરૂપ હોવાથી તેને ખસેડવામાં આવી રહી છે. આ કામગીરી સંદર્ભે પૂર્વ તરફનો કેરેજ – વે ત્રણ મહિના સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ (Road Closed in Vadodara)કરવામાં આવ્યો છે.એમ.એસ.યુનિવર્સીટી સર્કલથી જનમહલ સુધીના પશ્ચિમ તરફના કેરેજ- વે પર માત્ર ટુવ્હીલરને અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી છે. જયારે ભારદારી વાહનો અને એસટી બસો વગેરે ભારદારી વાહનોને ફતેગંજથી કાલાઘોડા સર્કલ થઈ રેલવે સ્ટેશનવાળા રોડનો વૈકિલ્પક માર્ગ તરીકે ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃBullet Train Project: વાપીમાં રેલવે પ્રધાને બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી નિહાળી અધિકારીઓ સાથે સમીક્ષા કરી