ગાંધીનગર: ભાજપ પક્ષ દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર અને ભાવનગર કોર્પોરેશનમાં નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી અને અલગ અલગ કમિટીની નિમણૂક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી અને નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જે રીતે નો રીપીટ થિયરી અપનાવી હતી. તેવી જ થીયરી કોર્પોરેશનની પદાધિકારીઓના નિમણૂકમાં પણ થીયરી અપનામાં આવશે. ત્યારે છેલ્લા 23 વર્ષથી બરોડા કોર્પોરેશનમાં ક્ષત્રિય સમાજને સ્થાન આપવામાં ન આવતું હોવાનું ફરિયાદ રાષ્ટ્રીય કરણી સેનાએ આવેદનપત્ર આપીને ફરિયાદ કરી હતી.
Rashtriya Karni Sena: બરોડા કોર્પોરેશનમાં ક્ષત્રિય સમાજ સાથે અન્યાયનો રાષ્ટ્રીય કરણી સેનાનો આક્ષેપ, સીએમને કરી ફરિયાદ - CRPATIL
રાષ્ટ્રીય કરણી સેનાએ છેલ્લા 23 વર્ષથી બરોડા કોર્પોરેશનમાં ક્ષત્રિય સમાજને સ્થાન આપવામાં ન આવતું હોવાનું ફરિયાદ કરી હતી. આ મામલે ષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવકતાએ જણાવ્યું હતું કે ફરીથી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિમણૂક બાબતે ક્ષત્રિય સમાજ સાથે અન્યાય થશે તો આગામી દિવસોમાં સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવશે.
Published : Sep 8, 2023, 7:15 PM IST
|Updated : Sep 8, 2023, 7:35 PM IST
ક્ષત્રિય સમાજ સાથે અન્યાયનો આક્ષેપ: ભાજપ પક્ષ દ્વારા હાલમાં 6 કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, મેયર અને પદાધિકારી તરીકેની નિયુક્તિ ચાલી રહી છે ત્ય રે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રવકતાએ અચાનક ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 10 આવીને ભાજપ અને સરકારને બરોડા કોર્પોરેશનમાં ક્ષત્રિય સમાજ સાથે અન્યાય થઇ રહ્યો હોવાના આક્ષેપ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યું હતું.
બરોડા કોર્પોરેશનમાં ક્ષત્રિય સમાજના સભ્યને સ્થાયી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બરોડામાં ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ છે. જ્યારે ભૂતકાળમાં બરોડામાં ક્ષત્રિય સમાજના મેયરને માત્ર 6 માસ સત્તા આપી હતી. છેલ્લા 25 વર્ષથી બરોડા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં એક પણ ક્ષત્રિય સમાજના સભ્યોને સ્થાન આપવામાં આવ્યું નથી. જો હવે ફરીથી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિમણૂક બાબતે ક્ષત્રિય સમાજ સાથે અન્યાય થશે તો આગામી દિવસોમાં સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવશે.- મહેન્દ્રસિંહ રાઠોડ (રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવકતા)