વડોદરા શહેરમાં નોકરી કરતી યુવતી પર તેના અન્ય વ્યક્તિ સાથેના ફોટા બતાવી બ્લેક મેઇલ કરીને તેમજ લગ્નની લાલચ આપી શારિરીક સુખ માણનાર સાથી કર્મચારીેએ દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ લગ્ન અંગેની વાત માટે યુવતી માતાપિતા સાથે યુવાનને ઘરે ગઇ હતી. ત્યારે યુવાનની માતાને યુવતીની જ્ઞાતિની જાણ થયા બાદ જણાવ્યું કે, અમને પહેલાંથી ખબર હોત તો અમારા ઘરની ડેલી પણ ચઢવા ન દઇએ. અમે તારા ઘરનું પાણી પણ ન પીએ. તેમ કહી જાતિવિષયક અપશબ્દો બોલ્યા હતાં. આ ઘટનાને લઇને યુવતીએ યુવાન અને તેની માતા સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો Botad Rape Case: બોટાદમાં દેવીપૂજક સમાજની દીકરી સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને ચકાજામ
નોકરી કરતા ઓળખાણ થઈઆ ઘટનાની વધુ વિગત જોઇએ તો ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર મૂળ દાહોદની યુવતી વડોદરામાં વર્ષ-2019માં વાસણા રોડ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરી હતી. તેની સાથે નીરજ અશોકભાઇ માળી (રહે. 3, શિવરામનગર, અલવાનાકા પાસે, માંજલપુર) ટીમ લીડર તરીકે નોકરી કરતો હતો. નોકરી દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. મિત્રતા થયા બાદ નીરજ માળીએ યુવતીને દિવાળીપુરા વિસ્તારમાં ભાડે મકાન અપાવ્યું હતું.
નીરજે યુવતીના લેપટોપનો ડેટા ચોર્યોવર્ષ-2020માં કોવિડના કારણે લોકડાઉન થતાં, કંપની દ્વારા વર્ક ફ્રોમ હોમ કરવામાં આવ્યું હતું. આથી યુવતી કોવિડ દરમિયાન ઘરે બેસીને કામ કરતી હતી. લેપટોપ ઉપર કામ કરતી યુવતીના લેપટોપમાં સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરવાની હોવાથી તેણે પોતાનું લેપટોપ નારજને આપ્યું હતું. તે દરમિયાન યુવતી ઘરે એકલી રહેતી હતી. નીરજે મકાન અપાવ્યું હોવાથી તે અવારનવાર યુવતીના ઘરે જતો હતો. મિત્રતા ઘનિષ્ઠ બનતા નીરજ માળીએ યુવતીને શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. આથી યુવતીએ નીરજને ઘર ન આવવા જણાવ્યું હતું. ત્યારે નીરજે પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરેલા યુવતી અને ડોક્ટરના ફોટા બતાવ્યા હતા. અને શારીરિક સબંધ માટે માંગણી કરી હતી. ત્યારે યુવતીએ ફોટો અંગે પૂછતા નીરજે જણાવ્યું કે તારા લેપટોપની બેગમાંથી મળી આવેલ મેમરી કાર્ડમાંથી લીધા છે. તો મને શારીરિક સબંધ બાંધવા નહીં તો ડોક્ટર સાથેના ફોટો તારા માતાપિતાને બતાવી દઇશ. ડિસેમ્બર 2021માં નીરજે ઘરે આવીને શારીરિક સબંધ બાંધ્યો હતો. આમ સાથી કર્મચારીએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ પણ વાંચો સાથે નોકરી કરતા યુવકે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, વાયરલ કરવાની ધમકી આપી
માતાએ કહ્યાં જાતિવિષયક અપશબ્દ દરમિયાન યુવતી તેના માતાપિતા તેમજ બહેનને લઇને નીરજ માળીના માંજલપુર શિવરામનગરના ઘેર લગ્ન અંગેની વાત લઇને ગયા હતાં. નીરજની માતાએ યુવતી અને તેના માતાપિતાને જાતિ પૂછતા તેઓએ જ્ઞાતિ જણાવી હતી. ત્યારે જ્ઞાતિ વિશે જાણ થતાં જ નીરજની માતા રોષે ભરાઇ ગઇ હતી અને જણાવ્યું કે, તમે આ જાતિના છો તે પહેલાંથી ખબર હોત તો તમને મારા ઘરની ડેલી પણ ચઢવા દીધી ન હોત. અમે તો તમારા ઘરનું પાણી પણ ન પીએ. તેવી જાતિવિષયક અપશબ્દો બોલી અપમાન કરી ઘરમાંથી કાઢી મૂક્યા હતાં.
ફરિયાદના આધારે ધરપકડ આ બનાવ અંગે યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં નિરજ અશોકભાઇ માળી સામે દુષ્કર્મ અને તેની માતા સામે જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કરવાની ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપી નીરજ માળીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.