ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા: વિશ્વામિત્રી સપાટી સ્થિર, આજવા સરોવરમાં આંશિક ઘટાડો

વડોદરા: શહેરમાં ગુરુવારથી વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સમગ્ર શહેરમાં 20 ઈંચ વરસાદ આવતા શહેર જળબંબાકાર બન્યું હતું, પરંતુ હવે વરસાદના વિરામના લીધે વિશ્વામિત્રીની સપાટીમાં 34.50 ફુટ અને આજવા સરોવરની સપાટીમાં 212.20 સુધીનો આંશિક ઘટાડો થયો હતો.

વરસાદના વિરામ બાદ વિશ્વામિત્રી સપાટી સ્થિર, આજવા સરોવરમાં આંશિક ઘટાડો

By

Published : Aug 2, 2019, 2:46 PM IST

વરસાદને કારણે વડોદરા સમગ્ર જળબંબાકાર બન્યું તે દરમિયાન આજવાના ઉપરવાસમાં એકરાતમાં 14 ઇંચ વરસાદ પડવાથી આજવા સરોવરની સપાટી ઝડપભેર વધતા આજવાના 62 દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા નદીનું લેવલ વધીને 34.50 ફૂટ થઇ ગયું હતું. જેને લીધે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યા હતા. જેના લીધે આશરે 6 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

વરસાદના વિરામ બાદ વિશ્વામિત્રી સપાટી સ્થિર, આજવા સરોવરમાં આંશિક ઘટાડો

મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં આજવાનું લેવલ 212.50 ફૂટ થયું હતું અને વિશ્વામિત્રી 34.50 ફૂટે પહોંચી ગઇ હતી. જો કે, દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા લોકોની મુશ્કેલી વધી હતી. પરંતુ વરસાદે વિરામ લેતા આજવા સરોવરની સપાટીમાં આંશિક ઘટાડો થયો છે અને વિશ્વામિત્રીની સપાટી સ્થિર થઇ છે. હાલ આજવાની સપાટી 212.20 ફુટ અને વિશ્વામિત્રી સપાટી 34.50 ફુટ છે.

વરસાદે વિરામ લીધા બાદ હજુ વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અમુક વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે. વિશ્વામિત્રીના પાણી સમા, કારેલીબાગ, ફતેગંજ, કમાટીપુરા, પરશુરામ ભઠ્ઠા, તુલસીવાડી, નવીનગરી વગેરે વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. જેથી નજીકની શાળાઓમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details