વડોદરાના વાતાવરણમાં પલટો ગાજવીજ સાથે ઝાપટું
વડોદરાઃ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાના કારણે ગુજરાતના દરિયાકાઠાંના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને 90થી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની આ સ્થિતીને પહોચી વળવા માટે તંત્ર સજ્જ છે. જ્યારે વાયુ વાવાઝોડાને પગલે વડોદરા શહેરના વતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જોકે અચાનક વાતાવરણમાં આવેલ બદલાવને લઈને ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયો હતો.
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં પણ વાયુ વાવાઝોડાની અસર જોવા મળી હતી. શહેરમાં અચાનક વાતાવરણમાં આવેલ બદલાવને લઈને ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયો હતો. જોકે વાવાઝોડાને પહોંચી વળવા માટે વડોદરાથી NDRF 9 ટીમોની સાથે મહારાષ્ટ્રની 2 ટીમો પણ સૌરાષ્ટ્ર પહોંચી છે. જે વાવાઝોડના પ્રકોપ વચ્ચે NDRFની ટીમો સજ્જ આતિઆધુનિક સાધનો સાથે 400 જેટલા જવાનો રોડ મારફતે સોરાષ્ટ્ર પહોંચ્યા છે. જોકે વાવાઝોડા 'વાયુ'ને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરોને અલર્ટ કરાયા છે. પ્રવાસીઓને દરિયા કાંઠે નહી જવા માટે સુચનો કરાયા છે.