પ્રાપ્ત વિગતો અનુસાર, વકીલો છેલ્લા એક વર્ષથી માંગ કરી રહ્યા છે કે, વકીલોને પૂરતી બેઠક વ્યવસ્થા જોઈએ પરંતુ અપૂરતી બેઠક વ્યવસ્થાને લઈને વકીલો તેમજ આગેવાનો વૈકલ્પિક બેઠક વ્યવસ્થા ન થતાં વકીલો મંડળના પ્રમુખ અને સભ્યોએ લોબીમાં બેસીને ઘંટ વગાડીને વિરોધ વ્યકત કર્યો હતો.
વડોદરાની નવી કોર્ટમાં બેઠક વ્યવસ્થાને લઈને વકીલોની હડતાલ - demand
વડોદરા શહેરના વેકસીન ગ્રાઉન્ડ ખાતે આવેલ નવી કોર્ટમાં છેલ્લા એક વર્ષથી બેઠક વ્યવસ્થાને લઈને વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેર વકીલ મંડળ છેલ્લા ૧૨ દિવસથી પોતાની માગને લઈને હડતાલ પર ઉતર્યા હતા.
વડોદરા વકીલ મંડળ દ્વારા વડોદરાની નવી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન ન ઉકેલાતા છેલ્લા ૧૨ દિવસની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયના પગલે વડોદરા વકીલ મંડળના પ્રમુખની આગેવાનો વિવિધ કાર્યક્રમો આપી રહ્યા હતા.
કયારેક કોર્ટ પરિસરમાં રામધૂનની સાથે રેલી તો કયારેક ઘંટ વગાડીને વિરોધ કરી રહ્યા હતા. જો કે, વકીલોના આ પ્રશ્ન મુદ્દે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા તારીખ ૨૮મી એ મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં વકીલો દ્વારા આગળની રણનીતિ અને મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.