વડોદરા : વડોદરાના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73માં પ્રજાસત્તાક દિનની દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી (Republic Day 2022) કરવામાં આવી હતી. વડોદરાના પ્રભારી અને પ્રધાન પ્રદીપ પરમારે રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો. તેમજ પોલીસ બેંડની રાષ્ટ્રગીતની સૂરાવલી વચ્ચે સલામી આપી હતી. આ ઉપરાંત પ્રજાસત્તાક ઉજવણી સીમિત હાજરી અને કોવીડ પ્રોટોકોલ સાથે કરવામાં આવી હતી.
રાજ્ય પ્રધાન પ્રદીપ પરમારે પ્રજાજોગ સંદેશો આપ્યો
વડોદરામાં પ્રજાસત્તાક દિનની દેશભક્તિની ઉજવણીમાં પ્રભારી પ્રધાન પ્રદીપ પરમારે (Pradeep Parmar Hoisted the Flag in Vadodara) નાગરિકોને શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે રાજ્યના ડૉક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ, કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ તેમજ કોરોના કાળમાં લોકોની સેવામાં પોતાનું યોગદાન આપનાર તમામ કોરોના યોધ્ધાઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ રંજન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, ધારાસભ્ય જીતુ સુખડીયા અને સીમા મોહિલે, સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.