વડોદરા : શહેરના જૂના પાદરા રોડ ઉપર ભદ્રલોક ટાવર્સમાં નવમાં માળે બી-903માં ઉદ્યોગપતિ સમીર ખેરા પત્ની તનુબહેન ખેરા સહિત પરિવાર સાથે રહે છે. તેઓના ઘરમાં છેલ્લા દોઢ માસથી એક યુવતી રહેતી હતી અને ઘરનું કામકાજ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી. યુવતીને માતા-પિતા ન હોવાથી તેની દેખભાળ તેના અમદાવાદ જશોદાનગરમાં રહેતા કાકા વિક્રમસિંહ જાદવ રાખતા હતા.
વડોદરા પોલીસે ઉદ્યોગપતિના ઘરમાંથી યુવતીને મુક્ત કરાવી - યુવતી
શહેરના જૂના પાદરા રોડ ઉપર રહેતા ઉદ્યોગપતિના ઘરમાં રહેતી અને કામ કરતી યુવતીને પથરીનો દુઃખાવો થતો હતો. પરંતુ, ઉદ્યોગપતિ પરિવાર લોકડાઉનમાં બીજી કામવાળી મહિલા મળશે નહીં તેવા ડરથી યુવતીને જવા દેવા માંગતા નહતા, પરંતુ અમદાવાદથી ભત્રીજીને લેવા માટે આવેલા કાકાએ પોલીસની મદદ લઇને પોતાની ભત્રીજીને ઉદ્યોગપતિના ઘરમાંથી મુક્ત કરાવી હતી.
લોકડાઉન હોવાથી બહાર ન જવાય તેમ કહીને ઘરમાં કામ કરાવતા હતા છેલ્લા ચાર-પાંચ દિવસથી ધર્મિષ્ઠાને પથરીનો દુઃખાવો થતાં તેઓએ મકાન માલિક તનુબહેન ખેરાને પોતાના કાકાના ઘરે અમદાવાદ મોકલી આપવાની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું, પરંતુ ઉદ્યોગપતિ પરિવાર ધર્મિષ્ઠા જતી રહેશે તો લોકડાઉનમાં બીજી કોઇ કામવાળી મહિલા મળશે નહીં, તેવા ડરથી ધર્મિષ્ઠાને દુઃખાવો બંધ થવાની દવા આપતા હતા અને જણાવતા હતા કે, હાલ લોકડાઉન હોવાથી જવાય નહીં, તેમ જણાવીને ઘરમાં જ રાખી અને ઘરકામ કરાવતા હતા.
આ સમગ્ર બાબતની જાણ યુવતીના કાકએ પોલીસને કરતા પોલીસે યુવતીનો કબ્જો મેળવી કાકાને સોંપી હતી.