મળતી માહિતી પ્રમાણે, વડોદરા એરપોર્ટના એરલાઇન્સના કુરીયર જે સમયે કાર્ગો વિભાગમાં સ્કેન થઇ રહ્યા હતા, ત્યારે શંકાસ્પદ પાર્સલ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. FSL વિભાગને પણ બોલાવી પાર્સલની તપાસ કરાઇ હતી. રીપોર્ટ બનાવતા આ પાર્સલનો ખુલાસો થયો હતો કે, આ પાર્સલ સુરતના એક વ્યકિતએ ખરીદેલ એરગનનું જે તેને કલર ન ગમતા અમૃતસર પરત મોકલ્યું હતું. એરગન અને તેના કાર્ટીજ ઉપરાંત પોટેશિયમ ક્લોરાઇડ નામક પદાર્થ હતો. જેનાથી ફટાકડા બનાવવામાં આવે છે.
વડોદરા એરપોર્ટ પરથી મળેલા શંકાસ્પદ પાર્સલ મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી - Gujarati news
વડોદરાઃ એરપોર્ટ પર શંકાસ્પદ પાર્સલ મળી આવતા એરપોર્ટ સ્ટાફ અને પોલીસ સહિત FSLની ટીમો દોડતી થઇ હતી. જો કે, તપાસ થતાં પાર્સલમાં RDX હોવાની વાત અફવા નીકળી હતી.
વડોદરા એરપોર્ટ પરથી મળેલા શંકાસ્પદ પાર્સલ મામલે પોલીસે 4ની કરી ધરપકડ
આ સમગ્ર ઘટના મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં 4 પૈકી 3 આરોપી સુરતના હોવાનું સામે આવ્યું હતું. તપાસ બાદ પોલીસે ઇ.પી.કો કલમ 336,286 તેમજ ધ એરક્રાફ્ટ એકટ 1934 ની કલમ 10 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.