વિસ્તારમાં રહેતા કેદારભાઇ બુમીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારમાં ડ્રેનેજની સુવિધાઓ માટે વુડાની કચેરીના ધક્કા ખાઇને કંટાળી ગયાં છે. અનેક વખત લેખીક અને મૌખિક તમામ રજૂઆતો કરવા છતાં કોઇ યોગ્ય નિકાલ મળ્યો નથી. થોડા સમય પહેલા વુડા કચેરીના અધિકારીઓએ કહ્યું કે તમારો વિસ્તાર વુડામાં નહીં ગ્રામપંચાયતમાં આવે છે. જોકે ગ્રામપંચાયતનો અમે વેરો ભરીએ છીએ. પરંતુ, તેમની પાસે ડ્રેનેજની સુવિધા ઉભી કરવા જેટલું ફંડ નથી.
આ વિસ્તારમાં રૂ. 25 લાખથી લઇને દોઢ કરોડની કિંમતના બંગલા અને ફ્લેટ છે, પણ ડ્રેનેજની કોઇ સુવિધા નથી, તદઉપરાંત રસ્તાન્ પણ કોઇ ઠેકાણા નથી. કાંચા રસ્તાઓ પર દુષિત પાણી ફેલાતા વાહન લઇને પસાર થવું મુશ્કેલ બન્યું છે.