ગુજરાત

gujarat

ETV Bharat / state

લવજેહાદની ઘટનાઓને લઈને હિન્દુ સંગઠનો દ્વારા જન આક્રોશ - જન આક્રોશ

પાદરામાં બનેલી લવજેહાદની ઘટનાને (Padra love jihad case) લઈને હિંદુ દીકરીને પરત લાવવા લોકોએ આવેદન પત્ર આપ્યું (Public outcry by Hindu organizations love jehad) હતું. રેલીમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા (chaitanya sih bjp mla of padra assembly seat) સહિત વિવિધ સંગઠનોના આગેવાનો મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જનમેદનીમાં જોડાયા હતા.

Public outcry by Hindu organizations love jehad in vadodara
Public outcry by Hindu organizations love jehad in vadodara

By

Published : Dec 28, 2022, 5:15 PM IST

પાદરામાં બનેલી લવજેહાદની ઘટનાઓને લઈને હિન્દુ સંગઠનો દ્વારા જન આક્રોશ

વડોદરા: પાદરા તાલુકામાં લવ જેહાદનો એક બનાવ સામે આવ્યો (Padra love jihad case) છે. આજરોજ વિવિધ સંગઠનો દ્વારા વિશાળ રેલી યોજી મામલતદાર અને પોલીસ વિભાગના અધિકારીને (avedan patra to mamlatdar and police) આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું (Public outcry by Hindu organizations love jehad) હતું. જે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, હિન્દુ દીકરીને ન્યાય આપો તાત્કાલિક ધોરણે આ વિધર્મીની ધરપકડ કરી હિન્દુ દીકરીને તેના પરિવારને સુપ્રત રીતે ધરે પહોંચાડવાના પ્રયત્નો તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં તેવી માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોમહારાષ્ટ્ર હ્યુમન ટ્રાફિકિંગનું નીકળ્યું અમદાવાદ કનેક્શન, રેલવે સ્ટેશનની બહાર એક વ્યક્તિ આપી ગયો હતો બાળક

હિંદુ સંગઠનો દ્વારા રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર અપાયું:આજરોજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી સ્વરૂપે નિકળી, હિન્દુ દીકરીને ન્યાય આપવાના નારા સાથે પાદરાના દિનેશ હોલથી શરૂ કરી મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પહોંચીને વિવિધ અધિકારીઓને લવ જેહાદના બનાવમાં દીકરીને ન્યાય મળે તેવું આવેદનપત્ર પાદરાના મામલતદાર અને પોલીસ અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર રેલીમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા સહિત વિવિધ સંગઠનોના આગેવાનો મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જનમેદનીમાં જોડાયા (chaitanya sih bjp mla of padra assembly seat) હતા.

આ પણ વાંચોડિલિવરી માટે 124 કિમી અને 5 હોસ્પીટલ બદલી, અંતે માતા અને બાળક બંનેેએ જીવ ગુમાવ્યો

હિંદુ યુવતીને પરત લાવવા માટે તંત્રને ત્રણ દિવસનું અલ્ટીમેટમ અપાયું:વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મામલતદાર અને પોલીસ તંત્રને આવેદનપત્ર આપીને આ હિન્દુ દીકરીને સુપ્રત રીતે તેના પરિવાર સાથેનું મિલન ઝડપથી કરાવે તે માટે ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ બાબતે તંત્ર જો કોઈ કામગીરી ઝડપથી નહીં કરે તો ટૂંકા ગાળામાં આંદોલનની પણ ચીમકી તેઓ ઉચ્ચારી હતી. "હિન્દુ દીકરીને ન્યાય આપો" ના નારા સાથે સમગ્ર હિન્દુ સંગઠનોએ મામલતદાર કચેરીના પ્રાંગણમાં નારા લગાવ્યા હતા.

આ પણ વાંચોઆંગણવાડીનું કામ વર્ષ વીતવા છતાં અપૂર્ણ, બાળકો મચ્છી માર્કેટમાં બેસવા મજબૂર

ધારાસભ્ય ચૈતન્ય ઝાલા પીડિતાના પરિવારની પડખે: લવ જેહાદની આ ઘટનાને લઈને પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલાએ પરિવારજનોને સાંત્વના આપી હતી અને જુસ્સો વધાર્યો (chaitanya sih bjp mla of padra assembly seat) હતો. ઉપરાંત વહેલી તકે દીકરીને પરત લાવવાની ખાતરી પણ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details