ગુજરાત

gujarat

ETV Bharat / state

કરજણ APMCમાં કપાસ નહીં લેવાતાં ખેડૂતોમાં રોષ, કપાસ સળગાવી ઉગ્ર સૂત્રોચાર કરી હોબાળો મચાવ્યો

કરજણ તાલુકાના ખેડૂતો કપાસ વેચવા માટે આવતા APMC દ્વારા કપાસ ખરીદવામાં આવ્યો નથી. જેથી ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. શનિવારના રોજ કરજણ APMC ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતોએ APMC વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને APMC પરિસરમાં કપાસ સળગાવી પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

કરજણ APMCમાં કપાસ નહીં લેવાતાં ખેડૂતોમાં રોષ, કપાસ સળગાવી ઉગ્ર સૂત્રોચાર કરી હોબાળો મચાવ્યો
કરજણ APMCમાં કપાસ નહીં લેવાતાં ખેડૂતોમાં રોષ, કપાસ સળગાવી ઉગ્ર સૂત્રોચાર કરી હોબાળો મચાવ્યો

By

Published : Dec 6, 2020, 3:02 PM IST

Updated : Dec 6, 2020, 3:44 PM IST

  • કરજણ APMCમાં કપાસ નહીં લેવાતાં ખેડૂતોમાં રોષ
  • ખેડૂતોએ કપાસ સળગાવી ઉગ્ર સૂત્રોચાર કરી હોબાળો મચાવ્યો
  • અધિકારીઓએ ભેજનું કારણ જણાવી કપાસ રિજેક્ટ કર્યો
    કરજણ APMCમાં કપાસ નહીં લેવાતાં ખેડૂતોમાં રોષ

વડોદરાઃ કરજણ APMC ખાતે અધિકારીઓએ કપાસમાં ભેજ વધુ હોવાનું જણાવી ખેડૂતોનો કપાસ લેવાનો ઈન્કાર કર્યો છે. જેથી ખેડૂતોએ APMC સંકૂલમાં ઉગ્ર સૂત્રોચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

કરજણ APMCમાં કપાસ નહીં લેવાતાં ખેડૂતોમાં રોષ

કરજણની જમીન કાળી હોવાના કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ

આ અંગે મીડિયા સમક્ષ નિવેદન આપતા એક ખેડૂતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ખરીદવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. જેમાં કરજણને સેન્ટર આપવામાં આવ્યું છે. કરજણની જમીન કાળી હોવાના કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ છે, ત્યારે APMCના અધિકારીઓ ભેજનું બહાનું આગળ ધરી કપાસ લેવાનો ઈન્કાર કરી રહ્યા છે.

કરજણ APMCમાં કપાસ નહીં લેવાતાં ખેડૂતોમાં રોષ

અધિકારીઓ પર આક્ષેપ કરાયા

કપાસ વેચવા આવેલા ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે, અધિકારીઓ દલાલોનો કપાસ અડધી રાતે પણ ખરીદી કરી છે, જ્યારે ખેડૂતોનો કપાસ ધોળા દિવસે પણ લેવાતો નથી. આ અંગે સંબંધિત અધિકારીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 55થી 60 ટ્રેક્ટર કપાસ ખરીદવામાં આવ્યો છે. ભેજવાળો કપાસ અમે ખરીદી શકતા નથી.

Last Updated : Dec 6, 2020, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details