ગુજરાત

gujarat

ETV Bharat / state

બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા ક્રિકેટર દીપક હુડા પર એક વર્ષનો પ્રતિબંધ - બરોડાના ક્રિકેટ એસોસિયેશન

બરોડા ક્રિકેટ એસોસિયેશનની સૈયદ મુસ્તાક અલી ટી-20 મેચ અગાઉ શહેરના રિલાયન્સ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ દરમિયાન બરોડા કેપ્ટન કૃણાલ પંડયા અને ક્રિકેટર દિપક હુડા વચ્ચે બોલાચાલી થતાં ક્રિકેટ એસોસિયેશન દ્વારા ક્રિકેટર દિપક હુડા પર એક વર્ષનો પ્રતિબંધ મુકાયો છે.

કૃણાલ પંડયા ક્રિકેટર દિપક હુડા
કૃણાલ પંડયા ક્રિકેટર દિપક હુડા

By

Published : Jan 22, 2021, 5:35 PM IST

  • દિપક હુડા ગ્રાઉન્ડ અને હોટલમાંથી પ્રોટોકોલનો ભંગ કરી રવાના
  • સપ્ટેમ્બરથી શરૂ થનાર સિઝનમાં હુડાના રમવા પર વિચારણા
  • દિપક હુંડા વર્તમાન સીઝન માટે સસ્પેન્ડ

વડોદરા : શહેરના રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે ગત 9 જાન્યુઆરીએ સૈયદ મુસ્તાક અલી ટી-20 સીઝન પ્રેક્ટિસ દરમિયાન વડોદરાના કેપ્ટન કૃણાલ પંડયા અને વાઈસ કેપ્ટન દીપક હુડા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બેટિંગ અને ફિલ્ડિંગ કરવા મુદ્દે પંડયા અને હુડા સામસામે આવી ગયા હતા. ત્યારબાદ દિપક હુડા ગ્રાઉન્ડ અને હોટલમાંથી બાયો બબલ પ્રોટોકોલનો ભંગ કરી રવાના થઇ ગયો હતો.

COOએ તપાસ કમિટીનો રિપોર્ટ સોંપ્યો

ક્રિકેટ કુણાલ પંડયા અને દીપક હુડા વર્કઆઉટ કર્યા બાદ, કુણાલ પંડયાના વર્તન સામે આક્ષેપ કરતો ઈમેલ પણ બીસીએને કર્યો હતો. આ મામલે બીસીએ એ તપાસ કરી રિપોર્ટ અપેક્ષ કાઉન્સિલને આપ્યો હતો. બીસીએ દ્વારા દિપક હુડા પર એક સિઝન નો પ્રતિબંધ મુકાયો હતો.

BCA હાઉસ ખાતે અપેક્ષ કાઉન્સિલ મીટીંગ મળી હતી. આ મિટિંગમાં તમામ સભ્યોએ દિપક હુંડાને વર્તમાન સીઝન માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

ટી-20 અને વિજય હજારે ટુર્નામેન્ટમાં રમવા અંગે વિચારણા

2021 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવી સિઝનમાં હુડાને રમવાનો મોકો મળશે જો કે ત્યાં સુધી હુડા BCA સાથે રમશે કે કેમ તે અંગે તર્ક-વિતર્કો શરૂ થયા છે.

ABOUT THE AUTHOR

...view details